પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ ભાજપ પર લોકસભાની ચૂંટણી પહેલાં પુલવામામાં જવાનોનાં મૃત્યુ પર રાજકારણ રમવાનો આરોપ લગાવ્યો છે.
મમતાએ દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પુલવામમાં હુમલો થવા અંગેની જાણકારી પહેલાંથી જ હતી.
તેમણે પ્રશ્ન કર્યો હતો કે કેમ સી.આર.પી.એફના 2500 જવાનોને હવાઈ માર્ગે મોકલવામાં બદલે માર્ગની યોગ્ય તપાસ કરાવાયા વગર જ ધોરી માર્ગે મુસાફરી કરવા મંજૂરી અપાઈ?
મમતા બેનરજીએ કહ્યું, “કેન્દ્ર સરકારને જાણ હતી કે આ પ્રકારનો હુમલો થઈ શકે એમ છે. આ અંગેની ગુપ્ત સૂચના પણ હતી. એમ છતાં આપણા જવાનોને બચાવવા માટે સરકારે પગલાં કેમ ના ભર્યાં?” “સરકારે તેમને મરવા દીધા, જેથી ચૂંટણીમાં જવાનોની શહીદી પર રાજકારણ રમી શકાય.”