ઘણીવાર એવા લોકો સાથે આપણી મુલાકાત થઇ જતી હોય છે જેની વિચિત્ર આદતોથી આપણે દંગ રહી જતાં હોઇએ છીએ. આપણને નવાઇ લાગે છે કે આખરે કોઇ વ્યક્તિ આવું કેવી રીતે કરી શકે. આવી જ એક ઘટના મધ્યપ્રદેશના દયારામ સાહુની પણ છે. જો આમે તમને કહીએ કે દયારામ કાચ ખાય છે તો કદાચ તમને વિશ્વાસ નહી થાય કે આખરે કોઇ માણસ કાચ કેવી રીતે ખાઇ શકે પરંતુ આ હકીકત છે.
કેવી રીતે ખાઇ શકે પરંતુ આ હકીકત છે
મધ્યપ્રદેશના રહેવાસી દયારામ ગત 4-50 વર્ષથી કાચ ખાઇ રહ્યાં છે અને તે બિલકુલ સ્વસ્થ છે. જો કે તેના કારણે તેમના દાંત જરૂર ખરાબ થઇ ગયાં છે. વ્યવસાયે વકીલ એવા દયારામે જણાવ્યું કે, આ મારા માટે એક લત સમાન છે. આ આદતે મારા દાંતને નુકસાન પહોંચાડ્યું છે. હું અન્ય લોકોને કાચ ખાવાની સલાહ નહી આપું. તે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. મે હવે કાંચ ખાવાનું ઓછુ કરી દીધું છે.
દયારામનો આ વિચિત્ર શોખ ખતરનાક તો છે જ પરંતુ ઘણાં લોકો તેમને તેમના આ શોખના કારણે જાણે છે. તેમનો આ શોખ લોકોમાં કુતુહલ ઉપજાવે છે.