ઓડિશામાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે કરિયાણાનો સામાન ઓર્ડર કર્યો હતો, પરંતુ જ્યારે સામાનનું પાર્સલ તેમના ઘરે પહોંચ્યું અને ખોલ્યું તો હેરાન રહી ગયા. પાર્સલના સામાનની સાથે કોબરા સાપ નિકળ્યો. આ ઘટના ઓડિશાના મયુરભંજ વિસ્તારની છે.

જ્યાં વનવિભાગ અધિકારીઓએ પાર્સલમાંથી નીકળેલા સાપનું રેસ્કયૂ કર્યું હતું. મયૂરભંજના રાયરંગપુર વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 5માં એક યુવકના કોરિયર પાર્સલમાં 5.5 ફિટ લાંબો સાપ નીકળ્યો હતો. રિપોર્ટ્સ અનુસાર જાણવા મળ્યું છે કે વોર્ડ નંબર 5માં રહેનારા મૃત્યુ સિંહે વિજયવાડાથી કેટલોક કરિયાણાનો સામાન મંગાવ્યો હતો.

સામાન સિલબંધ મોકલાવામાં આવ્યો હતો. પરંતુ જ્યારે આ પાર્સલ કુરિયર ઓફિસમાં હતું ત્યારે સામાનને ખાવા માટે એક ઉંદર તેમાં ઘુસી ગયો. ત્યારે તે સમયે પાર્સલમાં થયેલી જગ્યામાંથી એક કોબરા સાપ ઘુસી ગયો. અને જ્યારે મૃત્યુસિંહે પાર્સલ ખોલ્યું તો તેને કરિયાણાના સામાન સાથે કોબરા સાપ મળ્યો. અને તેના પછી દોડધામ થઈ ગઈ. વનવિભાગમાં સૂચના આપવામાં આવી અને ત્યાંથી અધિકારીઓની ટીમ આવી અને સાપને રેસ્કયૂ કર્યો. રેસ્કયૂ પછી તેને જંગલમાં છોડી દેવામાં આવ્યો.