બોક્સર મેરીકોમે 23માં પ્રેસિડેન્ટ્સ કપની 51 કિલો સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ઈન્ડોનેશિયાના લાબુઆન બાજોમાં ફાઈનલ મુકાબલામાં તેમણે ઓસ્ટ્રેલિયનની બોક્સર ફ્રૈંક્સને 5-0થી હરાવી છે. 6 વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચુકેલી મેરીકોમે આ વર્ષમાં મે મહિનામાં ઓપન બોક્સિંગ ટૂર્નામેન્ટમાં પણ ગોલ્ડમેડલ જીત્યો હતો.
36 વર્ષનાં મેરીએ હજી ગયા મે મહિનામાં જ ઈન્ડિયા ઓપન બોક્સિંગ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો હતો. જોકે એમણે એશિયન ચેમ્પિયનશિપમાં ભાગ લેવાનું ટાળ્યું હતું, કારણ કે તેઓ ઓલિમ્પિક ક્વાલિફાઈંગ સ્પર્ધા માટે તૈયારી કરતાં હતાં. મેરીએ પોતાનાં આ દેખાવ બદલ એમનાં કોચ તથા બોક્સિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફનો આભાર માન્યો છે.