પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટર માઈન્ડ મસૂદ અઝહરની કિડની ખરાબ થતા તેને સારવાર માટે રાવલપિંડીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જ્યાં આર્મી હોસ્પિટલમાં આતંકી મસૂદની સારવાર અને તેનુ નિયમિત ડાયાલિસિસ કરવામાં આવી રહ્યુ છે. ગઈ કાલે પાકિસ્તાનના વિદેશ પ્રધાન કુરેશીએ જણાવ્યુ હતુ કે, મસૂદ અઝહરની તબિયત વધારે ખરાબ હોવાના કારણ તે ઉઠી શકે તેમ નથી.
કુરેશીના નિવેદન બાદ ભારત સરકારના એક અધિકારીએ જણાવ્યુ હતુ કે, પાકિસ્તાના વિદેશ પ્રધાન અને ઈમરાન ખાનની સરકાર મસૂદ અઝહરના સાગરિતોની જેમ કામ કરી રહી છે. કુરેશીએ આ પહેલા એક નિવેદનમાં કહ્યુ હતુ કે, અમે પુલવામા હુમલા બાદ ભારત સાથે વાતચીત કરવા તૈયાર છીએ.
ભારત અમને પુરાવા આપે અમે તપાસ કરવા તૈયાર છીએ. પરંતુ પાકિસ્તાનના વિદેશ એ વાતને ભૂલી ગયા કે, ભારત સંસદમાં થયેલો આતંકવાદી હુમલા, પઠાણકોટ અને પુલવામા હુમલાના પુરાવા પાકિસ્તાનને આપી ચૂક્યુ છે. તેમ છતા આતંકવાદી મસૂદને પાકિસ્તાનની સરકાર છાવરી રહી છે.