માતા વૈષ્ણો દેવીની યાત્રા આશરે 5 મહિનાના બાદ ફરી એક વખત રવિવારથી શરુ થઇ ગઇ. જો કે કોરોની વાઇરસ અને યાત્રીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી વૈષ્ણો દેવી શ્રાઇન બોર્ડે યાત્રામાં ઘણા ફેરફાર કર્યા છે.
રવિવારે આશરે 5 મહિના બાદ માતા વૈષ્ણો દેવીના મંદિરમાં જય માતાના જયકાર ગૂજ્યા હતા. યાત્રા શરૂ થતાં આસપાસના ગણિયા-ગાંઠિયા ભક્ત દેવીના દર્શન માટે મંદિર પહોંચ્યા હતા. આ ભકતોને માતાના દર્શનની ખુશી હતી. સાથે તેમણે કોરોના મહામારીથી દેશ અને દુનિયાની સુરક્ષા કરવાની પ્રાર્થના કરી હતી.
કોરોનાને કારણે શ્રાઇન બોર્ડે કેટલાક ફેરફાર કર્યા છે, તે મુજબ દરરોજ માત્ર 2000 યાત્રી જ માતાના દર્શન કરી શકશે. તેમાં પણ 1900 જમ્મુ-કાશ્મીરના હશે.બહારના માત્ર 100 યાત્રી જ દર્શન કરી શકશે. મંદિર શ્રાઇન બોર્ડે દાવો કર્યો છે કે જમ્મુ-કાશ્મીર અને બહારથી આવનારા યાત્રીઓનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જ તેમને દર્શન કરવાની મંજૂરી અપાશે.