ગુજરાતના પ્રખ્યાત પંકજ પટેલની દવા કંપનીએ ગુરુવારે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સારવાર માટે ઉપયોગી દવા રેમડેસિવિયરને રેમડેક બ્રાન્ડથી ભારતીય માર્કેટમાં લોન્ચ કરી છે. કંપનીએ શેરબજારને જણાવ્યું કે, રેમડેકની 100 મિલીગ્રામ શીશીની કિંમત 2800 રૂપિયા છે. જે ભારતમાં ઉપલબ્ધ રેમડેસિવિરની સૌથી સસ્તી બ્રાન્ડ છે.
ઝાયડ્સ કેડિલાએ જણાવ્યું કે, આ દવા સમગ્ર દેશમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. સરકારી તેમજ પ્રાઈવેટ હોસ્પિટલોમાં આ દવા પહોંચાડવામાં આવશે. કેડિલા હેલ્થકેરના ડો. શરવિલ પટેલે કહ્યું કે, રેમડેક સૌથી સસ્તી દવા છે, કેમ કે અમે ઈચ્છીએ છીએ કે, કોવિડ 19ની સારવાર માટે વધારેમાં વધારે દર્દીઓ સુધી આ દવા પહોંચી શકે.