જમ્મુ કાશ્મીરમાં અડધી રાતે પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી અને એનસી નેતા ઓમર અબ્દુલ્લાને નજર કેદ કરવામાં આવ્યા છે. નજર કેદ થયા બાદ ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કરી લોકોને શાંતિ જાણવી રાખવા અપીલ કરી છે. અને કહ્યુ કે, ભારત પાકિસ્તાન કોઈપણ તણાવ વાળુ પગલુ ન ભરે. ખીણમાં તણાવના પગલે ઈન્ટરનેટ સેવા અને મોબાઈલ સેવા બંધ કરી દેવામાં આવી છે. આ સાથે શાળા અને કોલેજોમાં રજા જાહેર કી દેવામાં આવી
ખીણની સ્થિતિને ધ્યાનમાં રાખી કલમ 144 પણ લાગૂ કરી દેવામાં આવી છે. નજર બંધ કરવામાં આવ્યા બાદ મહેબૂબા મુફ્તીએ ટ્વિટ કરીને જણાવ્યુ કે, આપણે લડાઈ લડવાની છે. જે આપણા અધિકાર છે તેના સંકલ્પને તોડવાનો કોઈપણ પ્રયાસ ન કરી શકે. આ ટ્વિટને એનસી નેતા ઓમર અબ્દુલ્લાએ રિ-ટ્વિટ કર્યુ હતુ. એનસી-પીડીપી નેતા સાથે કેટલાક ભાગલાવાદી નેતાઓને પણ નજર કેદ કરવામાં આવ્યા છે.
જમ્મુ કાશ્મીરમાં ભાજપન પ્રદેશ અધ્યક્ષ રવિન્દ્ર રૈનાએ પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી અને એનસી નેતા ઓમર અબ્દુલ્લા પર આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યુ કે, બન્ને નેતાઓ જમ્મુ કાશ્મીરની જનતા સાથે કપટ કર્યુ છે. તેમણે હમેશા આતંકવાદીઓના હીતમાં કામ કર્યુ. એટલે બન્ને નેતાઓ ડરી રહ્યા છે. દેશમાં મોદી સરકાર છે. મજબૂત સરકારના કારણે જમ્મુ કાશ્મીરની સમસ્યાનો ઉકેલ આવવાનો છે.