વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 જુલાઈ એટલે કે બુધવારે પોતાની કેબિનેટનું વિસ્તરણ કરશે. દરેક મોટું કાર્ય શુભ મૂર્હુત પર કરનાર મોદી સરકારના નવા મંત્રીઓના શપથ ગ્રહણનું મૂર્હુત પણ નક્કી કરી લીધું છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાંજે 5:30 થી 6:30 વાગ્યા વચ્ચે શપથ લેવામાં આવશે. આ સમય દરમિયાન સર્વાર્થ સિદ્ધ યોગ છે. તેમા કરવામાં આવેલા કોઈ પણ કાર્ય સફળ થાય છે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની કેબિનેટ માટે 25થી વધારે દલીત, આદિવાસી, OBC વર્ગ અને પછાત ક્ષેત્રોના જમીની સ્તરે જોડાયેલા નેતાઓની પસંદગી કરી છે. ખૂબ જ સંશોધન અને વિચાર કર્યાં બાદ નવા મંત્રીઓના નામ નક્કી કરવામાં આવ્યા છે. મોદી સરકાર માટે આ વિસ્તરણ ખૂબ જ જરૂરી છે. સંસદનું ચોમાસુ સત્ર 19 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે અને નવા મંત્રીઓ તેમના મંત્રાલયોને લગતી બાબતો જોવા માટે યોગ્ય સમયની જરૂર પડશે. આ ઉપરાંત આ કેબિનેટ વિસ્તરણનું અન્ય એક કારણ છે…
પહેલું કારણઃ ગર્વનન્સની ક્વોલિટી સુધારવી
બીજું કારણઃ જનતાની નિરાશાને દૂર કરવી
ત્રીજું કારણઃ જાતિય અને ક્ષેત્રીય પ્રતિનિધિત્વની સાથે એબિલિટીમાં પણ સંતુલન
ચોથું કારણઃ રાજ્યોમાં પાર્ટી અને નેતાઓનું મનોબળ વધારવાના પ્રયાસ
પાંચમું કારણઃ મોદી અને ભાજપની તાકાત વધશે