લોકસભા ચૂંટણી પહેલા યુવાનોને લોભાવવા માટે મોદી સરકારે નવું ટ્રંપ કાર્ડ ચાલી દીધુ છે. મોદી સરકાર દ્વારા સ્કિલ પ્રોગ્રામ હેઠળ યુવાનોને દર મહિને 6000 હજાર રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે. આ વર્ષ જુલાઈથી આ ઈન્ટર્નશિપ પ્રોગ્રામ શરૂ થશે. સરકાર દ્વારા સ્કીમ ફોર હાયર એજ્યુકેશન ફોર અપ્રેંન્ટિશિપ એન્ડ સ્કિલ્સ (શ્રેયસ)ના નામથી આ કાર્યક્રમ શરૂ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન કરાવવાની અંતિમ તારીખ 25 માર્ચની હતી.
9 લાખથી વધારે યુવાનોનું નામાંકન – 1533 નોન ટેક્નિકલ યૂનિવર્સિટી અને કોલેજોમાંથી 9.25 લાખ યુવાનોને વધારેમાં વધારે 6 હજાર રૂપિયા મહિનાની ઈંટર્નશિપ માટે નામાંકન દાખલ કર્યા છે.
અંગ્રેજી સમાચારપત્ર ટાઈમ્સ ઓફ ઈન્ડીયામાં છપાયેલા સમાચાર અનુસાર, આ અત્યાર સુધીનો દેશનો સૌથી મોટો સ્કીલ પ્રોગ્રામ છે. આ હેઠળ યુવાનોને દર મહિને 6000 રૂપિયાનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. આ સાથે જ સરકાર પ્રતિ મહિના સિલેક્ટ ઈન્ટર્નશિપ કરનાર યુવાનોને 1500 રૂપિયા રીઈમ્બર્સમેન્ટ તરીકે પણ આપશે.

શ્રેયાસ પ્રોગ્રામ દ્વારા સરકાર ડિગ્રી કોર્સમાં એડમિશન લેનારા વિદ્યાર્થીઓને સામેલ કરી રહી છે. આનો ઉદ્દેશ્ય નોન ટેક્નિકલ અભ્યાસ કરનારા વિદ્યાર્થિઓને તેમના શૈક્ષણિક કાર્યક્રમની સાથે રોજગારપરક હુનર પણ આપવાનો છે. આ સાથે જ સરકારના શૌક્ષણિક પાછ્યક્રમને રોજગારપરક બનાવવાની કોશિસ પણ છે.