મોદી સરકારે ગુરુવારે સાર્વજનિક ક્ષેત્રની દૂરસંચાર કંપનીઓ MTNL અને BSNLને ખોટમાંથી બહાર કાઢવા માટે શરૂ કરવામાં આવેલ પુનઃરુદ્દાર કાર્યક્રમ સફળ થઈ રહ્યો હોવાનો ભરોસો આપ્યો હતો. સાથે જ તેમણે આ બંને કંપનીઓને જલ્દી જ આ મુશ્કેલીમાંથી બહાર કાઢવામાં આવી લેશે તેમ પણ જણાવ્યું હતું.
પ્રસાદે વધુમાં કહ્યું હતું કે, તે દ્વિધામાં રહેવાની જરૂર નથી કે, BSNL અને MTNL બંધ થઈ જશે. પ્રસાદે તેને એખ રણનીતિક ઉપક્રમ દર્શાવતા કહ્યું કે, જ્યારે દેશમાં પૂર આવે છે, ભૂકંપ આવે છે અથવા સેનાને જરૂર હોય છે, ત્યારે BSNL અને MTNL સંકટના સમયે કામ આવે છે. તેથી જ આ કંપનીઓની મુશ્કેલી દૂર કરવા માટે સરકાર તત્પરાથી કામ કરશે.