ડિજિટલ પેમેન્ટ અને કેશલેસ ઈકોનોમી વધારવાને લઈને સરકારે બજેટમાં ઘણા મોટા પગલાં ભર્યા છે.નાણાં મંત્રી નિર્મલા સીતારામને ડિજિટલ પેમેન્ટ સ્વીકાર કરનારા વેપારીઓ માટે મોટી રાહત આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.ડિજિટલ પેમેન્ટને વધારવાના ઉદેશને સરકારે ઘણા પગલાં ભર્યા છે. ડિજિટલ પેમેન્ટનો ઉલ્લેખ કરતા નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું,સરકાર દ્વારા વધુ પ્રોત્સાહિત કરવા માટે વધારે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
જે વેપારીઓનું ટર્ન ઓવર 50 કરોડ રૂપિયાથી વધારે છે અને તેઓ ડિજિટલ પેમેન્ટ દ્વારા ગ્રાહકો પાસેથી નાણાં મેળવે છે તો પેમેન્ટ પર કોઈ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ નહિ આપવો પડે. આ માટે સરકાર આયકર અધિનિયમ અને ભુગતાન અને નિપટાન પ્રણાલી અધિનિયમ 2007માં આવશ્યક સંશોધન કરી રહી છે.
ભીમ યુપીઆઈ,યુપીઆ ક્યુઆર કોડ,આધાર પે,ડેબિટ કાર્ડ,NEFT,RTGS જેવી ડિજિટલ પેમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.
આ સાથે જ નાણાં મંત્રી નિર્મલા સીતારામને બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે એક વર્ષમાં બેક ખાતામાંથી જો એક કરોડ રૂપિયાથી વધારે નીકાળવામાં આવશે તો બે ટકા ટીડીએસ ચૂકવવો પડશે.