નજીકના ભવિષ્યમાં એટીએમમાંથી પૈસાની જેમ દવાઓ પણ નીકળે તો નવાઈ ના પામતા.
આંધ્રપ્રદેશમાં 15 સ્થળે આ રીતે દવા મેળવી શકાય તેવા મશીન મુકાયા છે.મશીન પર ડોક્ટરે આપેલુ પ્રિસ્ક્રિપ્શન સ્કેન કરવાનુ હોય છે અને તેના આધારે દવા મળે છે.આ પ્રોજેકટની સફળતાને જોઈને કેન્દ્ર સરકારે આખા દેશમાં આ પ્રકારના એટીએમ મુકવાનુ નક્કી કર્યુ છે.
જેને એની ટાઈમ મેડિસિન આમ અપાયુ છે.જેમાંથી ટેબલેટ અને સિરપ પણ લોકોને મળી શકશે.એટીએમમાં બ્રાન્ડેડ અને જેનેરિક બંને પ્રકારની દવાઓ માટેના વિકલ્પ લોકોને અપાશે.
નેશનલ લિસ્ટ ઓફ એસેન્શિયલ મેડિસિન એટલે કે જરુરી દવાઓના લિસ્ટમાં સામેલ તમામ દવાઓને એટીએમમાં મુકવામાં આવશે.રાષ્ટ્રીય રુરલ હેલ્થ મિશનમાંથી આ યોજના માટે બજેટ ફાળવવામાં આવશે.