હાલમાં યોજાયેલી ત્રણ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પરિણામોએ મોદી સરકારની ઉંઘ હરામ કરી નાખી છે. હવે 2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભાજપ ખેડૂતોને મોટો લાભ કરાવવાની તૈયારી છે. મોદી સરકાર નવા વર્ષે ખેડૂતોને મોટી ગીફ્ટ આપે તેવી શક્યતા છે.
સુત્રોનાં જણાવ્યા પ્રમાણે ખેડૂતોની દેવા માફીને લઈને નવા વર્ષની પ્રારંભે જમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટો નિર્ણય લઇ શકે છે. આ દિશામાં વડાપ્રધાને કાલે સાંજે વડાપ્રધાન કૃષી મંત્રાલયનાં અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી. આ અગાઉ પણ 5 થી 6 બેઠકોમાંખેડૂતોની દેવા માફી અને તે અંગેના મુદ્દાઓ પર ચર્ચા થતી રહી હતી.
બેઠક વડાપ્રધાન નિવાસસ્થાને યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોનાં મુદ્દાઓ પર અને દેવા માફી મુદ્દે મંથન કરવામાં આવ્યું હતું. સુત્રોન આ જણાવ્યા પ્રમાણે પ્રરકારની તરફથી ખેડૂતો માટે ઝડપથી મોટી જાહેરાત કરવામાં આવી શકે છે. એટલે કે કેન્દ્ર સરકાર ખેડૂતોને મોટી રાહત આપવાનાં મુડમાં છે.
ઉલ્લેખનીય છે કે, દેવામાફીના દાવ થકી કોંગ્રેસે હિન્દી બેલ્ટનાં ત્રણ મહત્વનાં રાજ્ય અને ભાજપનાં ગઢ ગઢાતા રાજ્યોમાં જીત પ્રાપ્ત કરી હતી. જેના પગલે દેવા માફીનાં પક્ષધર નહી હોવા છતા પણ પરિસ્થિતીને અનુરૂપ થતા વડાપ્રધાને દેવા માફીનો રસ્તો અખતિયાર કરવા માટેનો નિર્ણય લીધો. હવે ટુંક સમયમાં તેઓ જાહેરાત કરે તેવી શક્યતા છે.