મોદી સરકાર એક એવી યોજના લાવી રહી છે. જેનાથી તમે ઘરે બેઠા કરોડપતિ બની શકો છો. આ માટે તમારે માત્ર એટલું જ કરવું પડશે કે, તમે જે પણ ખરીદી કરો છો, તેનું બિલ અવશ્ય લો. ગ્રાહકોને બિલ લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે સરકાર આ યોજના લોન્ચ કરી રહી છે. આ યોજનામાં 10 લાખ રુપિયાથી લઈને 1 કરોડ રુપિયા સુધીનું ઈનામ આપવાની જોગવાઈ કરવામાં આવશે. તમારી પાસે ખરીદી કર્યા બાદ જે બિલ હશે, તેના આધારે આ લૉટરી જીતી શકો છો. દરેક બિલ પર તમારી પાસે લૉટરી જીતવાની તક મળશે.
મોદી સરકાર તરફથી લાવવામાં આવેલા આ નવી યોજનામાં પ્રત્યેક બિલ પર લૉટરી જીતી શકશો. આ માટે ડ્રો નીકાળવામાં આવશે. આ યોજનામાં ખરીદીના બિલોને પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. લૉટરીનો ડ્રો કોમ્પ્યુટર પ્રણાલીથી કરવામાં આવશે. લૉટરી નીકાળવા પર વિજેતાઓને તેની સૂચના મોકલવામાં આવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણની આગેવાનીમાં GST કાઉન્સિલ લૉટરી યોજનાની સમીક્ષા કરશે.આ કાઉન્સિલ એ પણ નક્કી કરશે કે, યોજના અંતર્ગત ન્યૂનતમ બિલની મર્યાદા કેટલી હોવી જોઈએ. આ યોજના પ્રમાણે, લૉટરી વિજેતાઓને ઈનામ કન્ઝ્યુમર વેલ્ફેર ફંડથી આપવામાં આવશે.