વડાપ્રધાન નરેન્દ્ર મોદી વહેલી સવારે દહેરાદુન એરપોર્ટ પર ઉતર્યા હતા. ત્યાંથી હેલિકોપ્ટર મારફતે તેઓ રૂદ્રપુર રવાના થવાના હતા પરંતુ તેમનું હેલિકોપ્ટર ઉડી શકે તેવી સ્થિતિ ના હોવાથી પીએમ મોદીને એક કલાથી વધુ સમય રાહ જોવી પડી છે. વહેલી સવારથી અહિ વરસાદ પણ વરસી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દહેરાદુના રૂદ્રબપુરમાં આજે જાહેરસભાને સંબોધવા માટે વહેલી સાવરે દહેરાદુન એરપોર્ટ પહોંચ્યા હતા. જો કે વાતાવરણ પ્રતિકૂળ હોવાથી તેમનું હેલિકોપ્ટર દહેરાદુનથી ઉડી શકે તેમ ન હોવાથી એક કલાકથી વધુ સમય સુધી પીએમ મોદી દહેરાદુનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર અટવાઈ પડ્યા હતા. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ અશોક કુમારે જણાવ્યું હતું કે પીએમ મોદી દહેરાદુના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર એક કલાકથી રાહ જોઈ રહ્યા છે.
રૂદ્રપુરમાં પીએમ મોદી સંખ્યાબંધ વિકાસના પ્રોજેક્ટ્સને લોન્ચ કરશે તેમ એક જાહેરસભા સંબોધશે. ઉત્તરાખંડમાં સંકલિત સહકારી વિકાસ પ્રોજેક્ટને પણ પીએમ લોન્ચ કરશે જેના દ્વારા રાજ્યમાં સહકારી, કૃષિ અને સંલગ્ન ક્ષેત્રમાં નવી ઉર્જાનો સંચાર થતા ગ્રામીણ અર્થતંત્રને વેગ મળશે.