લોકસભાની ચૂંટણીમાં વડાપ્રધાન મોદીની સુનામી ફરી વળી છે. તમામ 542 બેઠકોમાંથી ભાજપને એકલા હાથે સ્પષ્ટ 285 બેઠકો સાથે અને NDAને મળીને 344 બેઠકો પર જીત મેળવવા પર આગળ વધી રહ્યાં છે. કોંગ્રેસ સહિતના વિરોધ પક્ષો પર મોદીનું વાવાઝોડું ફરી વળ્યું છે. તાજેતરમાં કોંગ્રેસે મધ્યપ્રદેશ છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસે વિજય મેળવ્યો હતો. આમ છતાં આ ત્રણેય રાજ્યોમાં પણ કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે.
ઉપરાંત પશ્ચિમ બંગાળમા પણ ભાજપે મમતાને માર આપી છે. મતગણતરીના શરૂઆતના ત્રણ કલાકો બાદ ભાજપ અને NDAની જીત નિશ્ચિત દેખાય રહી છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આગળ છે જ્યારે કોંગ્રેસ માટે આંચકો લાગે તેવી તે બાબત તે છે કે તેમની રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને UPAના ચેરપર્સન સોનિયા ગાંધી પણ પોતાની બેઠક જીતી શકે તેમ નથી. એટલે કે તેઓ ટ્રેન્ડમા પાછળ ચાલી રહ્યાં છે.
ભાજપ દ્વારા જીતની તૈયારી શરૂ કરી દેવાય છે. ભાજપના ચૂંટાનારા સાંસદો વિજય સર્ઘસ કાઢી રહ્યાં છે. દિલ્હી ખાતે આવેલા ભાજપના કાર્યાલય ખાતે આજે સાંજે ચૂંટણીમાં મળેલા વિજયની ભવ્ય ઉજવણી કરાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પ્રદેશ કાર્યાલય ખાતે હાજર રહેશે. આ જ રીતે ગુજરાત અને અન્ય રાજ્યોમાં આવેલા ભાજપના પ્રદેશ કાર્યાલયો ખાતે જશ્ન મનાવાશે. દારુખાનું ફોડી ભાજપના કાર્યકરો અને આગેવાનો એક બીજાને મિઠાઇ ખવડાવશે.