રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું, “મોદીજીએ તેને આગળ લઈ જવા માટે લગભગ 10 વર્ષ સુધી શા માટે રાહ જોઈ. કેમ? કારણ કે 2024 નજીક છે. તો આ ભાજપની રાજનીતિ છે.”
ચૂંટણી જીતવા માટેની રાજનીતિ છે. મહિલાઓના કલ્યાણ કરતાં રાજકારણ વધારે છે. ગુજરાતમાં મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે મહિલાઓ માટે અનામત વધારવા કાયદો પસાર કરેલો તે રાજ્યપાલે અટકાવી રાખ્યો હતો. તેના વિરોધમાં પોતાની જ સરકાર અને સત્તા પક્ષ ભાજપ દ્વારા મહિલાઓએ રાજભવનને ઘેરી લઈ આંદોન કર્યું હતું.
પણ મોદી વડાપ્રધાન બનતાની સાથે જ સંસદ અને વિધાનસભામાં 50 ટકા મહિલા અનામત લાવી શક્યા હોત. પણ તેમણે એવું ન કર્યું. પણ ગુજરાતમાં તો રાજ્યપાલ સામે આ જ મુદ્દે આંદોલન કર્યું હતું. તેથી મોદીએ 33 ટકા મહિલા અનામત છેલ્લાં દિવસોમાં લાવીને રાજકારણ રમવા શિવાય કંઈ નથી કર્યું. કારણ કે ખરડા પર મહિલા રાષ્ટ્રપતિ સહી કરે ત્યાર બાદ તેનો અમલ 10 મહિનામાં કરવો ઘણો મુશ્કેલ છે. 50 ટકા મહિલા મત છે તેનો સીધો ફાયદો મોદી મેળવવા માંગે છે. ગુજરાતમાં 33 ટકાથી વધારીને 50 ટકા મહિલા અનામત પંચાયત અને પાલિકામાં લાવ્યા ત્યારે પણ તેમણે આવી જ રાજનીતિ બનાવી હતી. 50 ટકા મહિલા અનામત હોવા છતાં તેમને ગુજરાતમાં આજે પુરી સત્તા મળી નથી. તેમના પતિ દ્વારા જ સત્તા સંભાળવામાં આવે છે.
હાલમાં 543 સીટોવાળી લોકસભામાં માત્ર 78 મહિલા સાંસદો છે.
238 બેઠકો ધરાવતી રાજ્યસભામાં માત્ર 31 મહિલા સાંસદો છે. જો મોદી 2014માં જ મહિલાઓના કલ્યાણ માટે આ કાયદો લાવ્યા હોત તો તે સંખ્યા 33 ટકા હોત. પણ એવું તેમણે ન કર્યું અને હવે ચૂંટણી આવી છે ત્યારે કર્યું તો છે. પણ તેનો અમલ અશક્ય છે. મહિલા અનામત બિલ મંગળવારે લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું. કાયદા અને ન્યાય પ્રધાન અર્જુનરામ મેઘવાલે વિપક્ષના હોબાળા વચ્ચે 128મોં બંધારણ સુધારા બિલ, 2023 રજૂ કર્યું. 15 વર્ષ માટે 33 ટકા અનામત રહેશે. આ બિલને મહિલા સશક્તિકરણ ‘નારી શક્તિ વંદન એક્ટ’ નામ આપવામાં આવ્યું છે. હવે બુધવારે આ અંગે ચર્ચા થશે.કાયદો બન્યા બાદ 543 સભ્યોની લોકસભામાં મહિલા સભ્યોની વર્તમાન સંખ્યા 82 વધીને 181 થઈ જશે. રાજ્યસભામાં પણ 33 ટકા મહિલાઓ હશે. દેશની તમામ વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રહેશે.
બિલ પહેલા
કેબિનેટની બેઠક પહેલા ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ અને ટોચના નેતાઓ વચ્ચે ઘણી બેઠકો યોજાઈ હતી. વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી, ત્યારબાદ ગોયલ અને જોશી મોદીને મળવાના હતા.
ક્યારે અમલ
2024માં અમલ નહીં કરે એવું લાગી રહ્યું છે. તેથી 2029ની ચૂંટણીમાં થશે. ખરેખર તો 2014માં જ કાયદો બનાવી દેવાની જરૂર હતી. તો 2019માં તેનો અમલ થઈ શક્યો હોત. ક્યારે લાગુ થશે તે અંગે કાયદા અંગે સરકાર તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. કેબિનેટના નિર્ણયને સાર્વજનિક કરવામાં આવ્યો નથી પરંતુ કેન્દ્રીય મંત્રી પ્રહલાદ સિંહ પટેલે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી, જોકે બાદમાં તેમણે પોતાનું ટ્વીટ ડિલીટ કરી દીધું હતું.
કાયદો બની જશે તો પણ 2029ની સામાન્ય ચૂંટણી પહેલા મહિલા અનામતનો અમલ કરવો શક્ય બનશે નહીં, કારણ કે આ કાયદો ત્યારે જ લાગુ થઈ શકે છે જ્યારે મતવિસ્તારની સીમાંકન પછી પ્રથમ વસ્તી ગણતરી હાથ ધરવામાં આવે. મોદીએ 2021માં વસતી ગણતરી કરાવી નથી. ભારતમાં વસ્તી ગણતરી વર્ષ 2027 માં જ થવાની સંભાવના છે. પ્રથમ વસ્તી ગણતરીના સંબંધિત ડેટાના પ્રકાશન પછી અમલ થશે. વસતી ગણતરી થઈ નથી.
આ બિલમાં અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિ (ST) માટે અનામતનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ અન્ય પછાત વર્ગો (OBC) માટેનો ક્વોટા આપવામાં આવ્યો નથી, કારણ કે બંધારણમાં પણ તે વિધાનસભાઓને આપવામાં આવ્યું નથી. આ ક્વોટા રાજ્યસભામાં કે રાજ્યોની વિધાન પરિષદોમાં પણ લાગુ કરવામાં આવશે નહીં.બિલમાં કહેવામાં આવ્યું છે કે, “કલમ 239AA, 330A અને 332Aની જોગવાઈઓને આધીન, લોકોના ગૃહ, રાજ્યની વિધાનસભા અને દિલ્હીના રાષ્ટ્રીય રાજધાની પ્રદેશની વિધાનસભામાં મહિલાઓ માટે અનામત બેઠકો ચાલુ રહેશે.
અનામતમાં અનામત
અનામત બેઠકો પૈકી એક તૃતીયાંશ બેઠકો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવશે.આ બિલ અનુસાર, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે નિર્ધારિત બેઠકોમાંથી માત્ર 33 ટકા અનામત જ મળશે. તે જ સમયે, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 33 ટકા અનામત તેમના સમુદાયની મહિલાઓ માટે હશે. તમને જણાવી દઈએ કે આ બિલમાં OBC કેટેગરી માટે અનામતની કોઈ જોગવાઈ નથી. સીમાંકન બાદ લોકસભામાં અનામત બેઠકોનો નિર્ણય લેવામાં આવશે. તેથી અમલમાં મોટું થઈ શકે છે. ચૂંટણી પંચ જ ના પાડી દેશે એવું માનવામાં આવી રહ્યું છે.
મોદીએ 10 વર્ષ મોડું કર્યું
મોદી પાસે બહુમતી હોવા છતાં 2014થી 10 વર્ષ સુધી બિલ પર ધ્યાન આપ્યું ન હતું. તેણે 2014 અને 2019ના ચૂંટણી ઢંઢેરામાં 33 ટકા મહિલા અનામતનું વચન આપ્યું હતું. આ મુદ્દે તેને મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનું સમર્થન પણ છે. કોંગ્રેસ સંસદીય દળના નેતા સોનિયા ગાંધીએ 2017માં વડાપ્રધાનને પત્ર લખીને આ બિલ પર સરકારના સમર્થનની ખાતરી આપી હતી. વિશેષ સત્ર પહેલા સર્વપક્ષીય બેઠકમાં આ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા થઈ શકી હોત અને પડદા પાછળની રાજનીતિને બદલે સર્વસંમતિ સધાઈ શકાઈ હોત. અનામત સીટોની ફાળવણી સંસદ દ્વારા નિયુક્ત ઓથોરિટી દ્વારા નક્કી કરવામાં આવશે.
ભાજપનો પ્રહાર
2010માં રાજ્યસભામાં પસાર થયા બાદ લોકસભામાં મહિલા અનામત બિલ પાસ ન કરાવવામાં તત્કાલીન મનમોહન સિંહ સરકારના ઈરાદાઓ પર શંકા વ્યક્ત કરી હતી. અટલ બિહારી વાજપેયીના શાસનકાળમાં ઘણી વખત મહિલા અનામત બિલ રજૂ કરવામાં આવ્યું હતું. પરંતુ બિલ પસાર કરવા માટે પૂરતી બહુમતી ન હતી.
કોંગ્રેસની પહેલ
કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી, રાહુલ ગાંધીએ 16 જુલાઈ, 2018 ના રોજ વડા પ્રધાનને એક પત્ર લખ્યો, મહિલા આરક્ષણ બિલ પર સરકારને તેમની પાર્ટીના સમર્થનનું પુનરાવર્તન કર્યું.
કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસે કહ્યું કે બહુમતી હોવા છતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં આ બિલ પાસ કરાવવા માટે કોઈ પ્રયાસ કર્યો ન હતો. કોંગ્રેસે આ બિલને વિશેષ સત્રમાં પસાર કરવાની માંગ કરી હતી. કોંગ્રેસ, બીજુ જનતા દળ અને ભારત રાષ્ટ્ર સમિતિ અને અન્ય ઘણી પાર્ટીઓએ મહિલા અનામત બિલને સંસદમાં રજૂ કરવાનો આગ્રહ રાખ્યો હતો.
થોડા દિવસ પહેલા જ કોંગ્રેસ વર્કિંગ કમિટીએ મોદી સરકાર પાસે સંસદના વિશેષ સત્રમાં આ બિલ પાસ કરાવવાની માંગ કરી હતી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 2019ની ચૂંટણી પહેલા વચન આપ્યું હતું કે જો તેમની સરકાર બનશે તો તેઓ મહિલા અનામત બિલ પાસ કરનાર પ્રથમ વ્યક્તિ હશે.
રાજનીતિ
સંસદની નવી ઇમારતની શરૂઆતમાં જ મહિલા અનામત બિલને લઈને ભારે હોબાળો થયો હતો. ગૃહમંત્રી અમિત શાહ અને કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બિલનો શ્રેય લેવા સત્તા પક્ષો અને વિપક્ષો વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. અધીર રંજન સતત મહિલા અનામત બિલને કોંગ્રેસ સરકારની પહેલ ગણાવી રહ્યા હતા. તેમનું કહેવું છે કે મહિલા અનામત બિલની માંગ યુપીએ દ્વારા શરૂ કરવામાં આવી હતી. રાજ્યસભામાં તે પડતર છે. તેના પર અમિત શાહે નવા સંસદ ભવનમાં કહ્યું કે માનનીય અધીર રંજન ચૌધરી કહે છે કે જૂનું બિલ હજી જીવિત છે, જ્યારે સ્પષ્ટ માહિતી છે કે જૂના બિલની માન્યતા સમાપ્ત થઈ ગઈ છે.
જયરામ રમેશે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, કોંગ્રેસ પાર્ટી છેલ્લા નવ વર્ષથી માંગ કરી રહી છે કે મહિલા અનામત બિલ, જે રાજ્યસભામાં પસાર થઈ ચૂક્યું છે, તેને લોકસભામાંથી પણ પસાર કરવામાં આવે.
હાલમાં લોકસભામાં 82 અને રાજ્યસભામાં 31 મહિલા સભ્યો છે. એટલે કે લોકસભામાં મહિલાઓની ભાગીદારી 15 ટકા અને રાજ્યસભામાં 13 ટકા છે.અત્યાર સુધીમાં બંને ગૃહોમાં 7500થી વધુ જનપ્રતિનિધિઓએ કામ કર્યું છે, જ્યારે મહિલા પ્રતિનિધિઓની સંખ્યા 600ની આસપાસ છે.2014માં લોકસભાના વિસર્જન બાદ આ બિલ આપોઆપ સમાપ્ત થઈ ગયું હતું. પરંતુ રાજ્યસભા કાયમી ગૃહ છે, તેથી આ બિલ હજુ પણ જીવંત છે.રાષ્ટ્રપતિની મંજૂરી બાદ તે કાયદો બની જશે. 2024ની ચૂંટણીમાં મહિલાઓને 33 ટકા અનામત મળશે.
1996થી વિવાદ
કેબિનેટમાં મહિલા અનામત બિલને મંજૂરી આપી બીજા દિવસે સંસદમાં રજૂ થયું હતું. બિલ છેલ્લા 27 વર્ષથી પડી રહ્યું હતું.
મહિલા માટે 33 આરક્ષણ બિલ 1996થી અટવાયેલું છે. તે સમયે એચડી દેવગૌડા સરકારે 12 સપ્ટેમ્બર 1996ના રોજ સંસદમાં આ બિલ રજૂ કર્યું હતું. પરંતુ તે પાસ થઈ શક્યું ન હતું. આ બિલને 81મા બંધારણીય સુધારા બિલ તરીકે રજૂ કરવામાં આવ્યું હતું. 33 ટકા અનામતની અંદર, અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) માટે પેટા અનામતની જોગવાઈ હતી. પરંતુ અન્ય પછાત વર્ગો માટે અનામતની કોઈ જોગવાઈ નહોતી.
અટલ બિહારી વાજપેયીની સરકારે ફરી 1998માં લોકસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યું. અનેક પક્ષોના સમર્થનથી ચાલી રહેલી વાજપેયી સરકારને આ અંગે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે બિલ પાસ થઈ શક્યું નથી. વાજપેયી સરકારે 1999, 2002 અને 2003-2004માં પણ તેને પાસ કરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં સફળતા મળી ન હતી.
ભાજપ સરકારની વિદાય બાદ 2004માં ડૉ.મનમોહન સિંહ વડાપ્રધાન બન્યા. 2008માં રાજ્યસભામાં રજૂ કર્યું હતું. ત્યાં આ બિલ 9 માર્ચ, 2010ના રોજ પ્રચંડ બહુમતી સાથે પસાર કરવામાં આવ્યું હતું. ભાજપ, ડાબેરી પક્ષો અને જેડીયુએ બિલને સમર્થન આપ્યું હતું. યુપીએ સરકારે આ બિલ લોકસભામાં રજૂ કર્યું ન હતું. જેનો વિરોધ કરનારાઓમાં સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ પણ સામેલ હતા. કોંગ્રેસને ડર હતો કે જો તે લોકસભામાં બિલ રજૂ કરશે તો તેની સરકાર જોખમમાં આવી શકે છે. વર્ષ 2008માં આ બિલ કાયદા અને ન્યાયની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું. મહિલા અનામત 20 ટકાથી વધુ ન હોવી જોઈએ એવું કહ્યું હતું.
1975થી શરૂઆત
1975માં જ્યારે ઈન્દિરા ગાંધી વડાપ્રધાન હતા, ત્યારે ‘સમાનતા તરફ’ નામનો અહેવાલ પ્રકાશિત થયો હતો. જેમાં દરેક ક્ષેત્રમાં મહિલાઓની સ્થિતિની વિગતો આપવામાં આવી હતી. આમાં મહિલાઓ માટે અનામતની વાત પણ થઈ હતી. આ અહેવાલ તૈયાર કરનાર સમિતિના મોટાભાગના સભ્યો અનામતના વિરોધમાં હતા. મહિલાઓ અનામત દ્વારા નહીં પણ પોતાની તાકાત પર રાજકારણમાં આવવા માગતી હતી.
રાજીવ ગાંધીએ 1980ના દાયકામાં વડાપ્રધાન તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન પંચાયત અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ અનામત આપવા માટે એક બિલ પસાર કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ રાજ્યની વિધાનસભાઓએ તેનો વિરોધ કર્યો હતો. તેણે કહ્યું કે આનાથી તેની શક્તિઓ ઘટી જશે.
પ્રથમ વખત, એચડી દેવગૌડાની સરકારે 12 સપ્ટેમ્બર 1996 ના રોજ મહિલા અનામત બિલ રજૂ કરવાનો પ્રયાસ કર્યો.સરકારે સંસદમાં મહિલા અનામત બિલને 81મા બંધારણીય સુધારા બિલ તરીકે રજૂ કર્યું. આ પછી તરત જ દેવેગૌડા સરકાર લઘુમતીમાં આવી ગઈ. દેવેગૌડા સરકારનું સમર્થન કરી રહેલા મુલાયમ સિંહ યાદવ અને લાલુ પ્રસાદ મહિલા અનામત બિલના વિરોધમાં હતા.
જૂન 1997 માં, ફરીથી આ બિલ પસાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. ત્યારે શરદ યાદવે બિલનો વિરોધ કરતા કહ્યું હતું કે, ઉચ્ચ જાતિની મહિલાઓ અમારી મહિલાઓ વિશે શું સમજશે અને તેઓ શું વિચારશે?
1998માં અટલ બિહારી વાજપેયીની એનડીએ સરકાર 12મી લોકસભામાં સત્તામાં આવી.તેના કાયદા મંત્રી એન થમ્બીદુરાઈએ મહિલા અનામત બિલ રજૂ કરવાનો પ્રયાસ કર્યો. પણ સફળતા ન મળી. એનડીએ સરકારે 1999માં 13મી લોકસભામાં બે વખત સંસદમાં મહિલા અનામત બિલ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ સફળતા ન મળી.
2003માં વાજપેયી સરકારે ફરી એકવાર મહિલા અનામત બિલ રજૂ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ પ્રશ્નકાળ દરમિયાન જ ભારે હોબાળો થયો અને બિલ પસાર થઈ શક્યું ન હતું.
એનડીએ સરકારે 2010માં રાજ્યસભામાં મહિલા અનામત બિલ રજૂ કર્યા બાદ સત્તામાં આવેલી યુપીએ સરકાર. પરંતુ SP-RJDએ સરકારમાંથી સમર્થન પાછું ખેંચવાની ધમકી આપી હતી. આ પછી બિલ પર મતદાન મોકૂફ રાખવામાં આવ્યું હતું. બાદમાં 9 માર્ચ, 2010ના રોજ, રાજ્યસભાએ મહિલા અનામત બિલને 186 મતોની પ્રચંડ બહુમતી સાથે પસાર કર્યું. જે દિવસે આ બિલ પસાર થયું તે દિવસે માર્શલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
માયાવતી
BSP સુપ્રીમો માયાવતીએ મહિલા અનામત બિલને સમર્થન આપ્યું છે. 33 ટકા નહીં 50 ટકા આપો. જ્ઞાતિવાદી પક્ષો મહિલાઓને આગળ વધતી જોવા માંગતા નથી. માયાવતીએ મહિલા અનામતમાં અલગ ઓબીસી અને એસસી-એસટી ક્વોટા નક્કી કરવાની માંગ કરી હતી. મોદીનો આડકતરો વિરોધ કરતાં કહ્યું કે, સીટો વધે તો કોઈપણ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ.
કપિલ સિબ્બલ
રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે કહ્યું, “મોદીજીએ તેને આગળ લઈ જવા માટે લગભગ 10 વર્ષ સુધી શા માટે રાહ જોઈ… કેમ? કારણ કે 2024 નજીક છે. તો આ ભાજપની રાજનીતિ છે.”
મહિલા ગુનેગારો
કેટલી મહિલા ઉમેદવાર
2019ની લોકસભાની ચૂંટણીમાં 7928 ઉમેદવારોની ગુનાખોરીની તપાસ કરાઈ તો તેમાં 7207 પુરૂષો અને 716 મહિલાઓ ઉમેદવાર હતી. 2014માં 8207 ઉમેદવારોના ગુનાખોરીની દુનિયાની તપાસ એડિઆર દ્વારા કરવામાં આવી હતી. જેમાં 7536 પૂરુષ અને 665 મહિલા ઉમેદવારોનો સમાવેશ થાય છે.
ગુનાખોર કેટલી
લોકસભામાં 2019માં 716 મહિલા ઉમેદવારોમાંથી 110 મહિલા ઉમેદવારોએ – 15 ટકા – સામે ફોજદારી ગુના છે. 2014માં લોકસભામાં 665 મહિલા ઉમેદવારોમાંથી 87 – 13 ટકા મહિલા ઉમેદવારો સામે ફોજદારી ગુના હતા. જેમાં ગુજરાતમાં કોઈ મહિલા ઉમેદવાર ગુનાખોરી સાથે જોડાઈ નથી. એ એક સારી બાબત છે.
કોંગ્રેસની 54 મહિલા ઉમેદવારોમાંથી 14 (26%) આરોપી છે. ભાજપની 53 મહિલા ઉમેદવારોમાંથી 18 (34%) મહિલાઓ આરોપી છે. બીએસપીમાંથી 24 મહિલા ઉમેદવારોમાંથી 2 (8%), એઆઈટીસી દ્વારા ઉભા થયેલા 23 ઉમેદવારોમાંથી 6 (26%) અને 222 અપક્ષ મહિલા ઉમેદવારોમાંથી 22 (10%) સામે ગુના નોંધાયેલા છે.
કોંગ્રેસમાંથી 54 મહિલા ઉમેદવારોમાંથી 10 (19%), ભાજપમાંથી 53 મહિલા ઉમેદવારોમાંથી 13 (25%), બીએસપીમાંથી 24 મહિલા ઉમેદવારોમાંથી 2 (8%), એઆઈટીસી દ્વારા ઉભા થયેલા 23 ઉમેદવારોમાંથી 4 ( 17%) અને 222 અપક્ષ મહિલા ઉમેદવારોમાંથી 21 (10%) સામે ફોજદારી કેસ છે.
21 સપ્ટેમ્બરે રાજ્યસભામાં રજૂ કરવામાં આવશે.
રંજીત રંજન
કોંગ્રેસના સાંસદ રંજીત રંજને કહ્યું કે, આ કોંગ્રેસનું બિલ છે. કોંગ્રેસ આ લાવી હતી. તે માર્ચ 2010 માં રાજ્યસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. ભાજપને સત્તામાં આવ્યાને 9.5 વર્ષ થઈ ગયા છે. તેમને ચૂંટણી પહેલા મહિલા અનામત બિલ કેમ યાદ આવ્યું? તમે સત્તા મેળવવા આ કરવા માંગો છો.
શિવસેના
શિવસેનાના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, “આ બિલ ઘણા સમય પહેલા લાવવું જોઈતું હતું. તે 2014માં બીજેપીના મેનિફેસ્ટોમાં હતું, પરંતુ મોદી સરકારના 9.5 વર્ષ પછી તે થઈ રહ્યું છે. મને આશા છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં લાગુ થશે.
સુશીલ ગુપ્ત
AAP સાંસદ સુશીલ ગુપ્તાએ કહ્યું, રાજ્યસભામાં પસાર થયા પછી એક દાયકાથી પેન્ડિંગ હતું. મોદી સરકાર સત્તામાં આવી ત્યારે લગભગ દસ વર્ષ પહેલાં પસાર થઈ જવું જોઈએ. આ માટે ખાસ સત્ર બોલાવવું પડ્યું. લોકસભામાં પસાર થઈ શક્યું ન હતું. તેના માટે ભાજપ અને કોંગ્રેસ બંને જવાબદાર છે.”
સોનિયા ગાંધી
સોનિયા ગાંધીએ મંગળવારે કહ્યું કે આ અમારું અને અમારું છે, તેના વિશે શું કહેવું.
અધીર રંજન ચૌધરી
કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું, “અમે ઈચ્છીએ છીએ કે મહિલા આરક્ષણ બિલ લાવીને જલ્દીથી પસાર કરવામાં આવે. તેની માંગ યુપીએ અને અમારા નેતા સોનિયા ગાંધીથી જ શરૂ થઈ હતી. તેમાં વધુ સમય લાગ્યો હતો.”
જયરામ રમેશ
કૉંગ્રેસના કોમ્યુનિકેશનના પ્રભારી જનરલ સેક્રેટરી જયરામ રમેશે કહ્યું હતું કે, “કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી મહિલા અનામત લાગુ કરવાની માંગ કરી રહી છે. અમે કેન્દ્રીય કેબિનેટના આગામી નિર્ણયને આવકારીએ છીએ અને બિલની વિગતોની રાહ જોઈ રહ્યા છીએ.હાલમાં, લોકસભા અને વિધાનસભાઓમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી કુલ બેઠકોમાંથી એક તૃતીયાંશ બેઠકો તે જૂથોની મહિલાઓ માટે અનામત રાખવામાં આવશે.
8 કાયદા
વિશેષ સત્ર દરમિયાન આઠ બિલો રજૂ કરવામાં આવ્યા છે. આશ્ચર્યજનક બની શકે છે. બિલ એડવોકેટ્સ (એમેન્ડમેન્ટ) બિલ, 2023 છે; પ્રેસ અને સામયિક બિલ, 2023ની નોંધણી; પોસ્ટ ઓફિસ બિલ, 2023, મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરો (નિમણૂક, સેવાની શરતો અને કાર્યાલયની અવધિ) બિલ, 2023; વરિષ્ઠ નાગરિકોના કલ્યાણ પરનું બિલ; અને ઈન્ડિયા ટુડે મુજબ ત્રણ એસસી/એસટી ઓર્ડરના છે. રાષ્ટ્રનું નામ બદલવા માટે બંધારણીય સુધારો લાવી શકે છે, આ અંગે સરકાર તરફથી કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી. અટકળો પણ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અથવા સમાન નાગરિક સંહિતાની આસપાસ ફરતી રહી છે.