દેશમાં કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ પર રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે કહ્યું કે આ પરીક્ષાનો સમય છે અને આપણે પોઝિટિવ રહેવું જોઇએ. મોહન ભાગવત પોઝિટિવિટી અનલિમિટેડ કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા. તેમણે સ્વીકાર્યું કે કોરોના વાયરસની પહેલી લહેર બાદ સરકાર બેદરકાર બની હતી.તેમણે પોતાના સંબોધનમાં કહ્યું કે આપણે પોઝિટિવ રહેવું જોઇએ અને વર્તમાન પરિસ્થિતિમાં પોતાને કોરોના નેગેટિવ રાખવા માટ સાવધાની રાખવી જોઇએ. સાથે વર્તમાન સ્થિતિમાં તર્ક વગરના નિવેદનો પણ ના આપવા જોઇએ. આ પરીક્ષાનો સમય છે અને આપણે એકજૂથ થઇને રહેવું પડશે. સાથે એક ટીમની માફક કામ કરવું પડશે.કોરોના વાયરસની વર્તમાન સ્થિતિ પર આરએસએસ પ્રમુખે આગળ કહ્યું કે આપણે આ સ્થિતિનો સામનો કરી રહ્યા છીએ કારણ કે સરકાર, પ્રશાસન અને જનતા તમામ કોરોનાની પહલી લહેર બાદ બેદરકાર બની ગયા હતા. હવે ત્રીજી લહેરની વાત થઇ રહી છે, ત્યારે આપણે ડરવાની નહીં પરંતુ જાતે તૈયાર થવાની જરુર છે.મોહન ભાગવતે આગળ કહ્યું કે કોરોના મહામારી મનાવતા સામે એક પડકાર છે અને ભારતે એક ઉદાહરણ પુરુ પાડવાનું છે. આપણે દોષ અને ગુણની ચર્ચા કર્યા વગર એક ટીમ બનીને કામ કરવાનું છે. દોષની અને ગુણની વાત આપણે પછી પણ કરી શકીશું, અત્યારે એક ટીમ તરીકે કામ કરવાનો સમય છે.
