ઘણા દિવસથી ચાલતા નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે આજે મોરારિ બાપુએ પ્રતિક્રિયા આપી છે. નિલકંઠવર્ણી વિવાદ મુદ્દે મોરારિબાપુએ નિવેદન કર્યું કે ભીખમાં મળે તેને ક્ષમા ન કહેવાય. માફી માગવી હોય તો સનાતન ધર્મની માગો. મોરારિબાપુની માફી માગવી જરૂરી નથી.

આ ઉપરાંત બાપુએ એમ પણ કહ્યું આ વિવાદમાં કોઈએ વચ્ચે આવવાની જરૂર નથી. મે કોઈ કોઈ કજીયો કર્યો નથી, હું વિવાદનો નહી સંવાદનો માણસ છું. નોંધનીય છે કે ઘણા દિવસથી સ્વામિનારાયણ સંપ્રદાય અને બાપુ વચ્ચે આ વિવાદ ચાલી રહ્યો છે. બાપુના એક નિવેદનને લઈને આ વિવાદ શરૂ થયો હતો. ત્યારબાદ સ્વામિનારાયણના સંતોએ તેમને માફી માંગવા અંગે કહેવામાં આવ્યું હતું.

તો બીજી તરફ આ વિવાદમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ મોરારિ બાપુનું સમર્થન કર્યું હતું. જેને લઈને એક સ્વામીએ કલાકારો દારૂ પીને ડાયરો કરે છે તેવું વિવાદાસ્પદ નિવેદન કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો. જેની પ્રતિક્રિયા રૂપે રાજ્યના 17 જેટલા કલાકારોએ તેમને મળેલો રત્નાકર એવોર્ડ પરત કરી દીધો હતો.