કોરોનાના કહેર વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 57,381 દર્દીઓને રજા આપવામાં આવી છે. આ સાથે જ દેશમાં કોરોનાનો રિકવરી રેટ (Corona Recovery Rate) 71.61 ટકા પર પહોંચી ગયો છ
મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, ભારતની ટેસ્ટિંક અને સંપર્કમાં આવેલા લોકોની શોધ કરવી અને સારવારની નીતિને પગલે છેલ્લા 24 કલાકમાં કોરોનાના 8,68,679 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે જ અત્યાર સુધી 2.85 કરોડથી વધુ ટેસ્ટ થઈ ચૂક્યાં છે
દેશના 12 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્વસ્થ થવાનો દર રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ છે. જ્યારે 30 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં સ્વસ્થ થવાનો દર 50 ટકાથી વધુ છે.
દિલ્હીમાં કોરોનાના દર્દીઓનો રિકવરી રેટ સૌથી વધુ 89.87 ટકા છે. જે બાદ તમિલનાડુમાં 81.62%, ગુજરાતમાં 77.53%, મધ્ય પ્રદેશમાં 74.70%, પશ્ચિમ બંગાળમાં 73.25 ટકા, રાજસ્થાનમાં 72.84%, તેલંગાણામાં 72.12% અને ઓડિશામાં 71.98% છે.