ગુરુવારે જાહેર કરાયેલા સ્વચ્છતા સર્વેક્ષણ એવોર્ડ 2020માં પહેલા નંબરે ઈન્દોર બાદ બીજા નંબરે સુરત અને ત્રીજું સ્થાન નવી મુંબઈને મળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસીને ‘ગંગાના કાંઠે વસેલ સૌથી શ્રેષ્ઠ શહેર’ જાહેર કરવામાં આવ્યું છે. આ યાદીમાં વારાણસી બાદ કાનપુર, મુંગેર, પ્રયાગરાજ અને હરિદ્વાર છે.
નાના શહેરોની યાદીમાં ગયા સૌથી ગંદુ છે જ્યારે મોટા શહેરોની યાદીમાં પટના સૌથી ગંદુ શહેર છે. આવો બે શ્રેણીમાં જોઇએ 10 સૌથી ગંદા શહેર કયા રહ્યા
1- પટના (બિહાર)
2- પૂર્વ દિલ્હી (EDMC)
3- ચેન્નાઇ (તમિલનાડુ)
4- કોટા (રાજસ્થાન)
5- ઉત્તર દિલ્હી
6- મદુરાઇ (તમિલનાડુ)
7- મેરઠ (ઉત્તર પ્રદેશ)
8- કોઇમ્બતુર (તમિલનાડુ)
9- અમૃતસર (પંજાબ)
10- ફરીદાબાદ (હરિયાણા)
10 લાખથી ઓછી વસતીવાળી સૌથી ગંદા શહેર
1- ગયા (બિહાર)
2- બક્સર (બિહાર)
3- અબોહર (પંજાબ)
4- ભાગલપુર (બિહાર)
P- પારસા બજાર (બિહાર)
6- શિલ્લોંગ (મેઘાલય)
7-ઇટાનગર (અરુણાચલ પ્રદેશ)
8- દિમાપુર એમસી (નાગાલેન્ડ)
9- બિહારશરીફ (બિહાર)
10- સહરસા (બિહાર)