દેશનાં મોટાભાગનાં રાજ્યોમાં નવો મોટર વ્હીકલ એક્ટ અમલમાં આવ્યો છે. ઘણા રાજ્યોમાં આ નવા મોટર વાહન અધિનિયમનાં અમલ બાદ ટ્રાફિકનાં નિયમો તોડવા બદલ ભારે દંડ વસૂલવામાં આવી રહ્યો છે. વળી નવો નિયમ લાગુ થયા બાદ, દરરોજ ચલણ અંગે નવી માહિતી બહાર આવી રહી છે. તેનાથી સંબંધિત વિવિધ નિયમો અને દંડનાં ઉલ્લંઘન થયાનાં અહેવાલો પ્રાપ્ત થયા છે. એવા કેટલાક નિયમો છે કે જેના વિશે સામાન્ય માણસ ભલે જાણકાર હોય, પરંતુ જો તમે તે નિયમોનું પાલન નહીં કરો તો તમારું ચલણ કાપી શકાય છે.
એક સમાચાર મુજબ, જો તમે ડ્રાઇવિંગ કરી રહ્યા છો અને સંપૂર્ણ આર્મ શર્ટ પહેર્યો નથી, તો તમારે થોડી સાવચેતી રાખવી જોઈએ કારણ કે આમ કરવાથી તમારી ગાડીનો મેમો ફાટી શકે છે અને આ માટે તમારે 1 હજાર રૂપિયા દંડ ભરવો પડી શકે છે. તમારી કારમાં વધારાનાં બલ્બ હોવા પણ જરૂરી છે. જો તે નથી, તો તે મોટર વાહન અધિનિયમનું ઉલ્લંઘન માનવામાં આવશે. આ જોગવાઈ પણ કરવામાં આવી છે કારણ કે જો રાત્રે વાહન ચલાવતા સમયે હેડલાઇટ ખરાબ થઈ જાય તો તેને બદલી શકાય છે.
ડ્રાઇવર સિવાય, સાથે બેઠેલી વ્યક્તિ જો સિગારેટ પીતા જોવા મળશે તો તેને મોટર વ્હીકલ એક્ટ હેઠળનાં નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવશે અને આ માટે તમારું ચલણ કાપી શકાય છે. ટ્રક, ટ્રેક્ટર જેવા વ્યવસાયિક વાહનો પર, તમે વારંવાર ડ્રાઇવર અથવા તેના સાથીદારને લૂંગી અને બંડ્ડી પહેરેલા જોયા હશે. માત્ર ડ્રાઇવર માટે જ નહીં પણ કંડક્ટર માટે પણ લૂંગી બંડ્ડી પહેરવુ મોટર વ્હીકલ એક્ટની વિરુદ્ધ છે.
જો તમારી કારનો ગ્લાસ ગંદો છે અને તમે તેને યોગ્ય રીતે જોઈ શકતા નથી, તો તમારું ચલણ કાપી શકાય છે. વળી, જો તમારી કારનો કાચ તૂટી ગયો છે, તો તે અન્ય લોકોનાં જીવન માટે પણ ખતરો બની શકે છે અને આ હેઠળ, તમારું ચલણ કાપી શકાય છે. જો તમે શારીરિક અથવા માનસિક રીતે બીમાર છો, તો તમે ગિયરવાળા વાહન ચલાવી શકતા નથી. માંદગીનાં કિસ્સામાં ડ્રાઇવિંગ કરવા બદલ તમારે 1 રૂપિયા દંડ ચૂકવવો પડી શકે છે. અગાઉ આ દંડની રકમ 200 રૂપિયા હતી.