કોરોના ની મહામારી માં અનેક નેતાઓ સંક્રમિત બનવા બન્યા છે જેમાં હવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાના અહેવાલ છે. ગઈકાલે સવારથી સહેજ તાવ અને ખાંસીની ફરિયાદ હોવાથી તેમનો કોવિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આજે સવારે રિપોર્ટ પોઝિટિવ આવતાં શિવરાજસિંહ ના સંપર્કમાં આવેલાઓ ને સેલ્ફ ક્વોરૅન્ટાઇન કરવામાં આવી રહ્યા છે.
ગઈકાલે દિવસ દરમિયાન તેઓ કેબિનેટના ત્રણેક મંત્રીઓ ઉપરાંત કેટલાંક ઉચ્ચ અધિકારીઓને મળ્યા હતા જોકે ખેડૂતોના એક ડેલિગેશન સાથે તેમની ગત સાંજે એક મીટિંગ હતી, પરંતુ એ છેલ્લી ઘડીએ રદ કરી દેવામાં આવતા વધુ લોકો સંપર્ક માં આવતા રહી ગયા હતા રાજ્યના સીએમ કોરોના સંક્રમણ માં આવી જતા અહીં ભારે ચકચાર મચી છે.
