મધ્ય પ્રદેશના એક ખેડૂતે વીજબિલ વધુ આવતા પોતાના ખેતર માં જઈ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
ખેતર માં પાક નિષ્ફળ જતા દેવા માં ડૂબી ગયેલો આ ખેડૂત વીજ બિલ ભરી શકે તેમ નહોતો
મધ્યપ્રદેશના માતાગુવા ગામમાં રહેતા 35 વર્ષીય મુનેન્દ્ર રાજપૂત ના ખેતર માં પાક બગડ્યો હતો. આને કારણે તે વીજળીનું બિલ ભરી શકે તેમ નહોંતો.
87 હજારનું વીજ બિલ ભરવા માટે વીજ વિભાગના અધિકારીઓએ નોટિસ ફટકારી હતી અને બાકી રહેલા 87 હજાર જમા કરાવવા જણાવ્યું હતું. તો થોડા દિવસો બાદ મુનેન્દ્રની લોટ દળવાની મિલ અને મોટરસાયકલ વીજ વિભાગ દ્વારા કબજે કરવામાં આવી. તેનાથી વ્યથિત અને હતાશ ખેડૂત ખેતરમાં ગયો હતો અને ફાંસો લગાવીને આત્મહત્યા કરી હતી ખેડૂતે આત્મહત્યા પહેલા સ્યુસાઇડ નોટ પણ લખી હતી. જેમાં તેણે પીએમ મોદીને ઉદ્દેશીને લખ્યું હતું કે બાકી રહેલા વીજળી બિલ માટે વિભાગનો સ્ટાફ સતત પરેશાન કરે છે. મારી બાઇક પણ લઈ ગયા છે. મારા મૃત્યુ પછી મારું શરીર સરકારને સોંપી મારા શરીરનો દરેક ભાગ વેચી દેઇ વીજળી વિભાગનું બાકી દેવું વસુલ કરી લેજો.
ખેડૂતે પોતાની સુસાઇડ નોટમાં લખ્યું છે કે તેને ત્રણ પુત્રી અને એક પુત્ર છે, જેમાંથી અત્યારે કોઈની ઉંમર 16 વર્ષથી વધુ નથી. આ બનાવ ને લઈ ભારે ચકચાર મચી ગઇ છે અને લોકો માં તંત્ર ની કાર્ય પદ્ધતિ સામે વિરોધ જોવા મળી રહ્યો છે.
