MPs wealth: લોકસભાની ચૂંટણી માટે રાજકીય પક્ષો ઉમેદવારો નક્કી કરવા લાગ્યા છે. રાજકીય લોકો શા માટે લોકસભા પસંદ કરી રહ્યાં છે. તેનો એક સરવે જાહેર થયો છે. જેમાં જાહેર થયું છે કે એક ચૂંટણી લડો એટલે સંપત્તિ બે ગણી થઈ જાય બીજી વખત ચૂંટાવ તો પહેલાં કરતાં 4 ગણી સંપતિ થઈ જાય છે. આમ એકના બે ગણાં નાણાં કરવાની ચૂંટણી હોય છે. 2004ની લોકસભા વખતે તેની સંપત્તિ રૂ. 1 કરોડ હતી તે 2019માં વધીને રૂ. 17 કરોડ થઈ ગઈ હતી.
તેમની વાર્ષિક આવક
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) અને નેશનલ ઈલેક્શન વોચે 2004 અને 2019ની લોકસભા ચૂંટણી વચ્ચે ફરીથી ચૂંટાયેલા 23 સાંસદોના સ્વ-સોગંદનામાનું વિશ્લેષણ કર્યું છે.
સરખામણીનો સારાંશ
ફરીથી ચૂંટાયેલા 23 સાંસદોની સરેરાશ સંપત્તિ
2004માં – રૂ. 1.52 કરોડ હતી.
2009માં – રૂ. 3.46 કરોડ હતી.
2014માં – રૂ. 9.85 કરોડ હતી.
2019માં – 17.51 કરોડ રૂપિયા હતી.
2004 અને 2019 લોકસભા ચૂંટણી વચ્ચે આ 23 ફરીથી ચૂંટાયેલા સાંસદોની સરેરાશ સંપત્તિ વૃદ્ધિ રૂ. 15.98 કરોડ છે. સરેરાશ ટકાવારી વૃદ્ધિ 1045% છે.
કયા સાંસદો વધારે કમાયા
સૌથી વધુ સંપત્તિ વૃદ્ધિ સાથે ટોચના 3 ફરીથી ચૂંટાયેલા સાંસદો (રૂપિયાની દ્રષ્ટિએ)
બીજાપુર મતવિસ્તારના ભાજપના જીગાજીનાગી રમેશ ચાંડપ્પાએ તેમની સંપત્તિમાં મહત્તમ રૂ. 49.86 કરોડનો વધારો જાહેર કર્યો છે, જે 2004માં રૂ. 54.80 લાખથી વધીને રૂ. 20.86 કરોડ થયો હતો. 2019માં 50.41 કરોડ વધારો થયો હતો.
સુલતાનપુર મતવિસ્તારમાંથી ભાજપના મેનકા સંજય ગાંધીની સંપત્તિ 49.02 કરોડ રૂપિયા વધી છે. 2004માં 6.66 કરોડ રૂપિયા હતી, જે 2019માં 55.69 કરોડ રૂપિયા થઈ ગઈ હતી.
ગુડગાંવ મતવિસ્તારમાંથી ભાજપના રાવ ઈન્દ્રજીત સિંહની સંપત્તિમાં 36.58 કરોડ રૂપિયાનો વધારો થયો હતો. 2004માં 5.51 કરોડ રૂપિયાથી વધીને 2019માં રૂપિયા 42.09 કરોડ થઈ ગયો હતો.
23 સાંસદોની કુલ સંપત્તિમાં વધારો
લોકસભા 2019 સુધીમાં ફરીથી ચૂંટાયેલા 23 સાંસદોની કુલ સંપત્તિ 402.79 કરોડ રૂપિયા હતી, જે લોકસભા 2014માં 226.58 કરોડ રૂપિયા હતી. લોકસભા 2009માં રૂ. 79.73 કરોડ અને લોકસભા 2004માં રૂ. 35.18 કરોડ સંપત્તિ હતી.
તમામ સાંસદોની કુલ સંપત્તિ
લોકસભા 2019માં 402 કરોડ
લોકસભા 2014માં 226 કરોડ
લોકસભા 2009માં 79 કરોડ
લોકસભા 2004માં 35 કરોડ વધી હતી.
તમામ સાંસદોની સરેરાશ સંપત્તિ
લોકસભા 2019માં 17 કરોડ
લોકસભા 2014માં 9 કરોડ
લોકસભા 2009માં 3 કરોડ
લોકસભા 2004માં 1 કરોડ
વાર્ષિક પોતાની આવક – લોકસભા 2019
1 – જીગ્જીનાગી રમેશ ચાંદપ્પા, ભાજપ, કર્ણાટક, બીજાપુર વિસ્તાર ખેતીવાડીથી 44 લાખ
2 – મેનકા સંજય ગાંધી, ભાજપ, ઉત્તર પ્રદેશ, સુલતાનપુર બેઠક મંત્રીઓના પગાર અને ભથ્થાથી રૂ. 2 કરોડ 32 લાખ
3 – રાવ ઈન્દ્રજીત સિંહ, ભાજપ, હરિયાણા, ગુડગાંવ વિસ્તાર, કૃષિ અને સમાજ કલ્યાણ ભાડું, વ્યાજ, પગાર, કૃષિની આવક રૂ. 1 કરોડ 58 લાખ
4 – દુષ્યંત , ભાજપ, રાજસ્થાન, ઝાલાવાડ વિસ્તાર, સંસદ પગાર અને ભથ્થાં, કૃષિ આવક, ભાડું, ડિવિડન્ડ રૂ. 71 લાખ.
5 – જી એમ સિદ્ધેશ્વર, ભાજપ, કર્ણાટક, દાવણગેરે મત વિસ્તાર, ખેડૂત અને સામાજિક કાર્ય, 73 લાખ.
6 – દાનવે રાવસાહેબ દાદારાવ, ભાજપ, મહારાષ્ટ્ર, જાલના વિસ્તાર, ખેતી અને સામાજિક કામ 45 લાખ
7 – ડી.વી. સદાનંદ ગૌડા , ભાજપ, કર્ણાટક, બેંગ્લોર ઉત્તર, ખેડૂત અને ભાડાની આવક અને પગાર રૂ. 1 કરોડ
8 – અસદુદ્દીન ઓવૈસી AIMIM, તેલંગાણા, હૈદરાબાદ વિસ્તાર, રાજકારણીનો પગાર 10 લાખ
9 – રાહુલ ગાંધી, કોંગ્રેસ, કેરળ, વાયનાડ વિસ્તાર, ભાડાની આવક, સાંસદનો પગાર, રોયલ્ટી આવક, વ્યાજ,
મ્યુચ્યુઅલ ફંડમાંથી આવક અને મૂડી લાભ રૂ. 1 કરોડ.
10 – સોનિયા ગાંધી, કોંગ્રેસ, ઉત્તર પ્રદેશ, રાયબરેલી વિસ્તાર, ભાડાની આવક, સાંસદોના પગાર, રોયલ્ટીની આવક, વ્યાત બેંકો, બોન્ડ્સ, ડિવિડન્ડ અને મ્યુચ્યુઅલ રૂ. 9 લાખ
11 – પ્રહલાદ જોશી, ભાજપ, કર્ણાટક, ધારવાડ વિસ્તાર, સમાજ સેવા, પગાર, ભાગીદાર રૂ. 53 લાખ
12 – ભર્તૃહરિ મહતાબ, બીજેડી, ઓડિશા, કટક વિસ્તાર લેખક અને સાંસદ પગાર, મિલકતમાંથી આવક, વ્યાજ
રૂ. 9 લાખ.
13 – અનંતકુમાર હેગડે, ભાજપ, કર્ણાટક, ઉત્તર કન્નડ વિસ્તાર વેપાર અને કૃષિ રૂ. 4 લાખ
14 – અધીર રંજન ચૌધરી, કોંગ્રેસ, પશ્ચિમ બંગાળ, બહરમપુર વિસ્તાર સામાજિક કાર્યકર રૂ.12 લાખ 25 હજાર
15 – ભાવના પુંડલીકરાવ ગવલી, શિવસેના, મહારાષ્ટ્ર, યવતમાલ વિસ્તાર ઓઈલ મિલ, ખેતી રૂ. 38 લાખ
16 – સંજય શામરાવ ધોત્રે, ભાજપ, મહારાષ્ટ્ર, અકોલા વિસ્તાર બિઝનેસ એન્જિનિયરિંગ, ખેતી રૂ. 5 લાખ 52 હજાર.
17 – બ્રિજ ભૂષણ શરણ સિંહ, ભાજપ, ઉત્તર પ્રદેશ, કૈસરગંજ વિસ્તાર કૃષિ રૂ. 9 લાખ.
18 – શ્રીપદ યેસો નાઈક, ભાજપ, ગોવા નોર્થ બિઝનેસઅને ઈન્ટરનેશનલમાંથી આવક, રૂ 7 લાખ.
19 – ગણેશ સિંહ, ભાજપ, મધ્ય પ્રદેશ, સતના વિસ્તાર કૃષિ રૂ. 7 લાખ 57 હજાર.
20 – ગદ્દીગૌદર પર્વતગૌડા ચંદનગૌડા, ભાજપ, કર્ણાટક, બાગલકોટ વિસ્તાર કૃષિ અને વકીલ રૂ. 4 લાખ
21 – રાકેશ સિંહ, ભાજપ, મધ્ય પ્રદેશ, જબલપુર વિસ્તાર ખેડૂત રૂ. 6 લાખ.
22 – વીરેન્દ્ર કુમાર, ભાજપ, મધ્ય પ્રદેશ, ટીકમગઢ વિસ્તાર, સામાજિક કાર્યકર રૂ. 13 લાખ.
23 – મનસુખભાઈ વસાવા, ભાજપ, ગુજરાત, ભરૂચ વિસ્તાર ખેડૂત અને સામાજિક કાર્ય રૂ. 4 4 લાખ+
સોનિયા ગાંધી – 2024ની સંપત્તિ
સોનિયાની ઇટાલીમાં સંપત્તિ છે. 88 કિલો ચાંદી અને 1267 ગ્રામ સોનું અને જ્વેલરી છે. કુલ સંપત્તિ રૂ. 12.53 કરોડ છે. સોનિયા ગાંધીએ 2019માં રૂ. 11.81 કરોડની સંપત્તિ જાહેર કરી હતી. 5 વર્ષમાં રૂ. 72 લાખનો વધારો થયો હતો. જે પગાર અને રોયલ્ટીની આવક હતી. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઇટાલીમાં તેમની સોનાની સંપત્તિમાં હિસ્સો રાખ્યો છે. ઇટાલીમાં તેમના પિતાની સંપત્તિમાં તેમની હિસ્સેદારી ફેબ્રુઆરી 2024માં બતાવી હતી. સોનિયા ગાંધીનું સિલ્વર હાઉસ ઇટાલીના લુઇસિયાનામાં છે. તેમના નામાંકન નિવેદનમાં, સોનિયા ગાંધીએ તેમના પિતાની મિલકતમાં તેમના હિસ્સાની કિંમત 26 લાખ 84 હજાર છે. પિતાની મિલકતની આવક મેળવવા માટે સોનિયાએ ભારતીય રિઝર્વ બેંક પાસેથી લાયસન્સ લીધું છે.
5.88 કરોડની કિંમતની 3 વીઘા ખેતીની જમીન દિલ્હી નજીક દેરામંડી ગામમાં છે. 12 વીઘા હતી. તેનું શું થયું તે જાહેર કર્યું નથી. તે સમયે બંને જમીનની કિંમત 7.29 કરોડ રૂપિયા હોવાનું જણાવાયું હતું.
સોનિયા ગાંધીની જંગમ સંપત્તિ રૂ. 6.38 કરોડ છેઃ રોકડ 90 હજાર, બેન્કોમાં થાપણ રૂ. 5.30 લાખ, સાત મ્યુચ્યુઅલ ફંડ રૂ. 3.88 કરોડ, શેરનું કુલ મૂલ્ય રૂ. 1.90 લાખ, યંગ ઈન્ડિયાના શેર 1900 શેર છે, દરેકની કિંમત રૂ. 100 છે. મારુતિ ટેકનિકલ સર્વિસીસના શેર 10 શેર, કિંમત રૂ. 100 પ્રત્યેક ટેક્સ ફ્રી બોન્ડ 28.53 લાખ વર્તમાન ભાવ, PPF ખાતામાં જમા 1.04 કરોડ, ઝવેરાત અને સોનું ચાંદી 1267 ગ્રામ સોનું, 88 કિલો ચાંદી, કુલ બજાર કિંમત રૂ. રૂ. 1.07 કરોડ, ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રેસમાંથી રૂ. 1.69 લાખની રોયલ્ટી, રૂ. 6,38,11,415ની કુલ જંગમ મિલકત. સોનિયા ગાંધી પાસે પોતાનું કોઈ વાહન નથી.
નાણાકીય વર્ષ માટે આવક લાખ
2018-19 10.23
2019-20 10.57
2020-21 09.90
2021-22 10.68
2022-23 16.69
2019ની ચૂંટણી
ભરત સોલંકી
આણંદ બેઠક પર બે વાર સાંસદ રહી ચૂકેલા ભરતસિંહ સોલંકીની મિલકતમાં 5 વર્ષમાં રૂ. 95.66 લાખનો ઘટાડો થયો હતો. 2014માં રૂ. 5.64 કરોડની મિલકત ઓછી થઈને 2019માં રૂ. 4.68 કરોડ જાહેર કરી હતી.અમેરિકાની શિવશકિત કોર્પો કંપનીમાં રૂા.32.86 લાખનું રોકાણ હતું. વ્યવસાય ખેતી છે. ખાંધલી, દેદરડા, કરમસદ, બોચાસણ, પીલુન્દ્રામાં રૂ. 1 કરોડ 55 લાખની કૃષિની જમીન આવેલી હતી. બોરસદ અને વહેરામાં રૂા. 23 લાખની બીનકૃષિની જમીન હતી.
જયારે તેમની પત્ની રેશમા સોલંકીની મિલકતમાં 5 વર્ષમાં 51 લાખનો વધારો થયો હતો. 2014માં રેશમાની મિલકત 19.79 લાખ વધીને 2019માં વધીને 70.95 લાખ થઇ હતી. તેમનું અમેરિકામાં 54.20 લાખનું રોકાણ હતું. રેશમાબેનના નામે વડોદરા અર્પિતા એપાર્ટમેન્ટમાં રૂા.8 લાખનું મકાન છે.
સાંસદની મિલ્કતમાં વધારો પણ ઇન્કમટેક્સ રિટર્નમાં ધરખમ ઘટાડો નોંધાયો
મિલકત બે ગણી વધી, આવકવેરમાં 700 ટકાનો ઘટાડો
2019ની ચૂંટણીમાં દીવ-દમણના ભાજપના સાંસદ લાલુ પટેલની પાંચમાં ભરેલા ઇન્કમટેક્સ રિટર્નમાં શરૂમાં આવકમાં વધ્યા બાદ બે રિટર્નમાં આવક ધરખમ ઘટાડી દીધી હતી. વર્ષ 2013-14માં રૂ. 10 લાખ 77 હજાર, 2014-15માં રૂ. 10 લાખ 45 હજાર, વર્ષ 2015-16માં રૂ. 50 લાખ, 2016-17માં રૂ. 9 લાખ અને વર્ષ 2017-18માં માત્ર રૂ. 6 લાખ 69 હજાર આવક દર્શાવી હતી. ગત ચૂંટણી કરતા તેમની અને તેમના પરિવારની મિલકતમાં બે ગણો વધારો થયો હતો. પરંતુ આવકવેરો ભરવામાં 2015-16 અને 2017-18ની વચ્ચે 700 ટકા આવક ઘટી હતી. આ બાબતને શું કહીશું?
પુનમ માડમ
જામનગરના સાંસદ પુનમ માડમની સંપત્તિમાં રૂ. 11 કરોડ 95 લાખનો વધારો થયો હતો. 2014માં સંપત્તિ 15.03 કરોડ હતી, જે 2019માં વધીને 26.99 કરોડ થઈ હતી. 79.50%નો વધારો થયો હતો. 5 કિલો સોનુ, 182 કેરેટનો હીરો તેમજ ચાંદી હતી. ખેતીની જમીન, કમર્શિયલ બિલ્ડીંગ, બેન્ક થાપણ, શેર હતા. બેંક લોન રૂપિયા 5.57 કરોડ હતી.
2014ની ચૂંટણી
સી આર પાટીલની સંપત્તિમાં 600 ટકાનો વધારો
સુરત કોંગ્રેસના નેતા હોશંગ મિરઝાએ કોન્સ્ટેબલમાંથી સાંસદ બનેલા નવસારીના ભાજપના સાંસદ સી.આર. પાટીલની મિલકતમાં 600 ટકાનો વધારો થયો હોવાનો આરોપ મૂક્યો હતો. વડાપ્રધાન મોદીને ફરિયાદ કરી હતી.
2009 પહેલા સીઆર પાટીલ કરોડોના દેવામાં ડૂબલા હતા. છતાં વર્ષ 2009માં 5.51 કરોડ રૂપિયાની મિલકત બતાવી હતી. જ્યારે વર્ષ 2014માં 34.57 કરોડ મિલકત બતાવી હતી. તેમની સંપતિમાં 600 ટકાનો વધારો થયો હતો.
સાંસદ બન્યા બાદ તેમની પત્નીને ભાટર રોડની દીનબંધુ સોસાયટીમાં પ્લોટ નંબર 43 મિલકત બક્ષિસમાં મળી હતી. તેની તપાસ થવી જોઈએ.
ટેકેદાર લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે અલથાણમાં લીધેલા બંગલાના હપ્તા ભરવા માટે વ્યવસ્થા સીઆર પાટીલે કરી આપી હતી. જે માટે સીઆર પાટીલે સુટેક્ષ બેંકમાં 70 લાખની એફડી કરી આપી હતી. આ એફડીના વ્યાજમાંથી સંગીતા પાટીલના બંગાલની લોનનો હપ્તો કપાતો હતો. આમ આ મિલકત પણ સીઆર પાટીલની હોવાનો હોશંગ મિરઝાએ આક્ષેપ કર્યો હતો. પાટીલ હોશંગ મિરઝા સામે કોર્ટમાં કેસ કરવાના હતા.
2014ની ચૂંટણીમાં મિલકતો
વર્ષ 2009 થી 2014ના 5 વર્ષોમાં 153 સાંસદોની સરેરાશ સંપત્તિમાં 7.81 કરોડનો વધારો થયો હતો. ADRના અહેવાલમાં જાહેર કરાયું હતું કે, વર્ષ 2014 સુધીના 5 વર્ષમાં 153 સાંસદોની સંપત્તિ થઈ બમણી હતી. વર્ષમાં 153 સાંસદોની સરેરાશ સંપતિમાં 142 ટકાનો વધારો નોંધાયો હતો. સૌથી વધુ નેતા ભાજપના છે. ભાજપના 72 સાંસદોની મિલકતમાં 7.54 કરોડનો સરેરાશ વધારો થયો હતો. જ્યારે કોંગ્રેસના 28 સાંસદોની સંપત્તિમાં સરેરાશ 6.35 કરોડનો વધારો નોંધાયો હતો.
સંપત્તિ સર્જક ત્રણ સાંસદો
સાંસદોમાં સૌથી વધુ સંપત્તિમાં વધારો ભાજપના સાંસદ શત્રુઘ્ન સિન્હાનો થયો. 2009માં તેમની સંપત્તિ 51 કરોડ હતી જે 2014માં 131 કરોડ થઈ. ત્યાં બીજા નંબરે બીજેડી સાંસદ પિનાકી મિશ્રા જેની સંપત્તિ 107 કરોડથી વધીને 137 કરોડ થઈ. ત્રીજા નંબરે એનસીપી સાંસદ સુપ્રિયા સુલેની સંપત્તિ 51 કરોડથી વધી 113 કરોડ થઈ હતી.
સંપત્તિના વધારામાં ટોચના 10 નંબર મેળવનાર સાંસદોમાં શિરોમણી અકાલી દળના હરસિમરત કૌર બાદલ છઠ્ઠા નંબરે હતા. ભાજપના વરૂણ ગાંધી 10માં નબરે હતા. વરૂણ ગાંધીની 2009માં 4 કરોડની સંપતી વઘીને 35 કરોડ થઈ ગઈ હતી.
5 વર્ષમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની સંપતી 2009માં 2 કરોડ હતી, જે વધીને 2014માં 7 કરોડ થઈ છે.
2023 ગરીબ કોઈ નહીં
2019માં દેશમાં 53 સાંસદો અબજપતિ હતા. જેની સંખ્યા હવે 2024માં 100થી વધારે થઈ ગઈ હોઈ શકે છે.
કેટલાક અપવાદો બાદ કરતા સજ્જનની કક્ષામાં મૂકી શકાય તેવા રહ્યા નથી. રાજકારણના વધેલા સંપત્તિકરણ, અપરાધીકરણની સાથે ગુનાનો ઇતિહાસ ધરાવતા સાંસદોનું પ્રમાણ વધતું ગયું છે. દેશના 763 વર્તમાન સાંસદોમાંથી સાદાઇથી રહેતા, ગરીબ કે મધ્યમવર્ગમાં સમાવી શકાય તેવા સાંસદોનો યુગ તો ક્યારનો આથમી ગયો છે. નાણા બનાવવામાં મોટા ભાગના રાજકારણીઓ એક્કા છે. સાદાઇને વરેલા, ધનદોલતથી દૂર રહેનારા સાંસદો તો હવે ભાગ્યે જ જોવા મળે. લક્ષદ્વિપના સાંસદ પાસે માત્ર રૂ. 9 લાખ 38 હજારની મિલકત હતી. તેઓ કદાચ દેશના સૌથી ગરીબ સાંસદ હશે