મ્યુકોર માઇકોસિસ તરીકે ઓળખાતા બ્લેક ફંગસના રોગની સારવાર માટે અપાતા એમ્ફોટેરિસિન ઇન્જેક્શનની ફાળવણી કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યો વચ્ચે કરી છે. તમામ રાજ્યને આપવામાં આવેલા ૧૯,૪૨૦ ઇન્જેક્શનો પૈકી સૌથી વધુ ૪૬૪૦ ઇન્જેક્શન ગુજરાતને આપવામાં આવ્યા છે.રેમડેસિવિરની જેમ હવે મ્યુકોરમાઇકોસિસના ઇન્જેક્શનના ઓર્ડર, સપ્લાય અને વિતરણ પર કેન્દ્ર સરકારે નિયંત્રણ મેળવ્યું છે. કેન્દ્ર સરકારે આજે માઇલાન લેબ દ્વારા ઉત્પાદિત ૧૯,૪૨૦ ઇન્જેક્શનની ફાળણી વિવિધ રાજ્યો વચ્ચે કરી છે.
