રિલાયન્સ ઈન્ડસ્ટ્રીજના ચેરમેન મુકેશ અંબાણી સતત આઠમાં વર્ષે સૌથી અમીર ભારતીઓની હરોળમાં સૌથી ટોપ પર રહ્યા છે. મુકેશ અંબાણીની કુલ સંપત્તિ 3,80,700 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. IIFL વેલ્થ હુરૂન ઈન્ડિયાના અમીરોની લિસ્ટ અનુસાર લંડન સ્થિત એસપી હિન્દુજા અને તેના પરિવાર 1,86,500 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે બીજા સ્થાન પર છે. વિપ્રોના અજીમ પ્રેમજી અમીર ભારતીઓની લાઈનમાં ત્રીજા સ્થાન પર રહ્યાં છે. તેમની કુલ સંપત્તિ 1,17,100 કરોડ રૂપિયા રહી છે.
ભારતીય અમીરોની હરોળમાં આર્સેલર મિત્તલના મુખ્ય કાર્યકારી અધિકારી લક્ષ્મી નિવાસ મિત્તલ 1,07,300 કરોડ રૂપિયાની સંપત્તીની સાથે ચોથા અને 94,500 કરોડ રૂપિયાના ધન સંપત્તિની સાથે ગૌતમ અદાણી પાંચમાં નંબરે રહ્યા છે. પ્રથમ 10 અમીર ભારતીઓમાં 94,100 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે ઉદય કોટક છઠ્ઠા, 88,800 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે સાઈરસ એસ પૂનાવાલા સાતમાં, 76,800 કરોડ રૂપિયાની સાથે સાઈરસ પલ્લોનજી મિસ્ત્રી આઠમાં, 76,800 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે શાપોરજી પલ્લોનજી નવમાં અને 71,500 કરોડ રૂપિયાની સાથે દિલીપ સંઘવી દસમાં સ્થાન પર રહ્યા છે.
1000 કરોડ રૂપિયાથી વધુની પ્રોપર્ટી વાળા ભારતીઓની સંખ્યા વધી
આ વખતની યાદીમાં 1000 કરોડ રૂપિયાથી વધુની પ્રોપર્ટી વાળા ભારતીઓની સંખ્યા વધીને 953 થઇ ગઈ છે. 2018માં આ સંખ્યા 831 હતી. તો ડોલર મૂલ્યમાં અરબપતિઓની સંખ્યા 141થી ઘટીને 138 રહી ગયું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, દેશના શીર્ષ 25 અમીરોની કુલ સંપત્તિનું મૂલ્ય ભારતના સકલ ઘરેલૂ ઉત્પાદન (GDP) દસ ટકાના બરાબર છે. તો 1,000 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ રાખનારા 953 અમીરોની કુલ સંપત્તિઓ દેશની GDPના 27 ટકાના બરાબર છે.
344 અમીરોની સંપત્તિ આ વર્ષે ઘટી
IOFL વેલ્થ હુરૂનની યાદીના અનુસાર આ વર્ષે અમીરોની કુલ સંપત્તિમાં સામૂહિક રૂપથી બે ટકા વધારો થયો છે. જોકે સરેરાસ સંપત્તિ વૃદ્ધિ 11 ટકા ઘટી છે. યાદીમાં શામેલ 344 અમીરોની સંપત્તિ આ વર્ષે ઘટી છે. તો 112 અમીર એવા રહ્યા છે જે 1000 કરોડ રૂપિયાના સ્તરથી પાછળ રહ્યા છે. રિપોર્ટ અનુસાર 246 એટલે કે, 26 ટકા અમીર ભારતીય મુંબઈમાં રહે છે. દિલ્હીમાં 175 અમીરો રહે છે.જ્યારે બેંગલુરુમાં 77 અમીર ભારતીય રહે છે.
આ લિસ્ટમાં 82 પ્રવાસી ભારતીય (NRI)પણ શામેલ છે. આમાંથી 76 ટકા પાતાના દમ પર આ મુકામ પ્રાપ્ત કર્યું છે NRI માટે મનગમતો દેશ અમેરિકા છે. અમેરિકામાં 31 અમીર ભારતીયો રહે છે. ત્યાર બાદ સંયુક્ત અરબ અમીરાત અને બ્રિટેનનો નંબર આવે છે.
સૌથી ઓછી ઉંમરના અરબપતિ છે ઓયો રૂમ્સના રિતેશ અગ્રવાલ
ઓયો રૂમ્સના રિતેશ અગ્રવાલ 7500 કરોડ રૂપિયાની સંપદા સાથે સૌથી ઓછી ઉંપર (25)ના અરબપતિ છે. તે પોતાના દમ પર આ કામયાબી પ્રાપ્ત કરી છે. નેટના દિવ્યાંક તુરાખિયા 40 વર્ષથી ઓછી ઉંમરના સૌથી અમીર ભારતીય છે તેમની ઉંમર 37 વર્ષ છે.
લિસ્ટમાં 152 મહિલાઓ શામેલ
આ લિસ્ટમાં 152 મહિલાઓ શામેલ છે તેની સરેરાસ આયુ 56 વર્ષ છે. HCL ટેક્નોલોજીજની 37 વર્ષીય રોશની નડાર સૌથી અમીર ભારતીય મહિલા છે તેના પછી ગોદરેજ સમૂહની સ્મિતા વી કૃષ્ણા(68)નો નંબર આવે છે. તેની કુલ સંપત્તિ 31,400 કરોડ રૂપિયા છે.18,500 કરોડ રૂપિયાની સંપત્તિની સાથે બાયોકોનની કિરણ મજૂમદાર પોતાની તાકત પર આ મુકામ પ્રાપ્ત કરનારી સૌથી અમીર ભારતીય મહિલા છે.