અંબાણી પરિવારે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની પાર્ટી રાખી હતી. આ વખતની દિવાળી પાર્ટી અંબાણી પરિવાર માટે ખાસ હતી. એવું એટલા માટે કારણ કે, લગ્ન બાદ પુત્રવધુ શ્લોકા મેહતાની અંબાણી પરિવાર સાથે આ પ્રથમ દિવાળી છે. ધનતેરસના ઠીક એક દિવસ પહેલા મુંકેશ અંબાણી અને નીતા અંબાણીએ Jio વર્લ્ડ સેન્ટર, મુંબઈમાં દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. આ ઉજવણીમાં ઉદ્યોગ જગત ઉપરાંત ફિલ્મ અને ખેલ જગત સાથે સંકળાયેલી હસ્તિઓ પહોંચી હતી.
આ ખાસ અવસરે સમગ્ર અંબાણી પરિવાર પારંપારિક પહેરવેશમાં જોવા મળ્યો હતો. નીતા અંબાણીને ગુલાબી રંગની ચોળી પહોરી હતી, જેમાં તે સુંદર લાગી રહ્યા હતા. જ્યારે મુકેશ અંબાણીએ સફેદ રંગનો કૂર્તો અને સાથે નારંગી રંગની જવાહર જેકેટ પહેર્યું હતું.
આ ફંક્શનમાં ઈશા અંબાણી પોતાના પતિ આનંદ પિરામલ અને સાસુ-સસરા સાથે પહોંચી ગતી. ઈશાએ કાંજીવરમ સિલ્કની સાડી પહેરી હતી. લગ્ન બાદ ઈશાની આ બીજી દિવાળી છે.
આ અવસરે સૌ કોઈની નજર શ્લોકા મેહતા અને આકાશ અંબાણી પર હતી. આકાશ અંબાણી અને શ્લોકા એકબીજા સાથે ખુશ જોવા મળ્યા,. શ્લોકાના ગળામાં પહેરેલ ડાયમંડ નેકલેસે સો કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. જ્યારે શ્લોકાની માતા મોના મેહતા ઉપરાંત મુકેશ અંબાણીના માતા કોકિલા બેન પણ પહોંચ્યા હતા.
બોલિવૂડ જગતની વાત કરીએ તો, અભિનેત્રી સાગરિકા ઘાટકે પતિ જહિર ખાન સાથે પહોંચી હતી. આ ઉપરાંત ખેલ જગતની હસ્તિઓની વાત કરીએ તો, હાર્દિક પંડ્યા, યુવરાજ સિંહ, હેજલ કીચ અને રોહિત શર્મા હાજર રહ્યા હતા. આ ખાસ અવસરે અંબાણી પરિવારે પાર્ટીમાં ફૂલોની સજાવટ કરી હતી. જેમાં ફૂલોથી હાથી ઉપરાંત ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ બનાવવામાં આવી હતી.