નિર્ભયા કેસમાં આરોપીઓનો ડેથ વોરંટ જાહેર થી ગયો છે ત્યારે નિર્ભયા કેસના ચાર પૈકી એક અપરાધી મુકેશ સિંઘે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં ફરી એક અરજી કરી છે. ફાંસીની સજાથી બચવા માટે હવાતિયા મારી રહેલા અપરાધી મુકેશે એવી દલીલ કરી છે કે મને કાયદા દ્વારા જે પણ છુટછાટ આપવામા આવી હતી તેને ફરી બહાલ કરવામાં આવે કેમ કે અગાઉના મારા વકીલ મને ગેરમાર્ગે દોર્યો હતો. મુકેશની આ અરજીની સુનાવણી સોમવારે હાથ ધરવામાં આવી શકે છે. મુકેશે એવી માગણી કરી છે કે મારા વકીલે મને ગેરમાર્ગે દોર્યો હોવાથી અગાઉ જે પણ આદેશ કોર્ટ દ્વારા થયા તેને રદ કરી દેવામાં આવે અને નવેસરથી આખી પ્રક્રિયા હાથ ધરવામાં આવે. આ સાથે જ મુકેશે રાષ્ટ્રપતિએ જે દયા અરજી ફગાવી દીધી તે નિર્ણયને પણ રદ કરી દેવામાં આવે.
હજુ ગુરૂવારે જ ટ્રાયલ કોર્ટે ત્રીજી વખત ડેથ વોરંટ જાહેર કર્યું અને 20મી માર્ચે અપરાધીઓને ફાંસીએ લટકાવી દેવાનો આદેશ આપ્યો હતો, ત્યા મુકેશ કુમારે વધુ એક અરજી કરીને તારીખ લંબાવવાનો પ્રયાસ કર્યો છે. મુકેશની આ અરજી અંગે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સોમવારે સુનાવણી થાય તેવી શક્યતાઓ છે. મુકેશે એવી માગણી કરી છે કે મારી અગાઉની અરજીઓ અંગે કોર્ટે જે આદેશ કર્યા તેને રદ કરી દેવામાં આવે જેથી હું ફરી નવેસરથી ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી શકું. મુકેશે પોતાના જુના વકીલ પર બધા આરોપો લગાવ્યા હતા.