વર્ષ 1993માં મુંબઇ બોમ્બ વિસ્ફોટનો દોષી 68 વર્ષીય જલીસ અંસારી ગુરૂવારે લાપતા થઇ ગયો છે, તે પેરોલ પર હતો. અધિકારીએ જણાવ્યુ કે અંસારી અહીના અગ્રીપાડા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા મોમિનપુરનો છે અને આજીવન કેદની સજા કાપી રહ્યો છે. તે દેશના વિવિધ ભાગમાં થયેલા વિસ્ફોટનો આરોપી છે.
અંસારીને રાજસ્થાન સ્થિત અજમેર જેલમાંથી 21 દિવસના પેરોલ પર છોડવામાં આવ્યો હતો અને શુક્રવારે તેણે જેલ તંત્ર સામે આત્મસમર્પણ કરવાનું હતું.અધિકારીએ જણાવ્યુ કે પેરોલના સમય દરમિયાન અંસારીએ રોજ સવારે સાડા દસ વાગ્યાથી 12 વાગ્યા વચ્ચે અગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં આવીને હાજરી પુરવી પડતી હતી પરંતુ તે ગુરૂવારે સમયસર પહોચ્યો નહતો. અધિકારીએ જણાવ્યુ કે બપોરે અંસારીનો 35 વર્ષીય પુત્ર જૈદ અંસારી પોલીસ સ્ટેશને પહોચ્યો અને પિતાના ગાયબ થવાની ફરિયાદ નોંધાવી હતી.