મુંબઈ શહેરના લાલબાગ વિસ્તારમાં એક બહુમાળી બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી છે.આગને રોકવા માટે 20 ફાયર ટેન્ડરના વાહનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.આ 60 માળની બિલ્ડીંગ છે જેમાં 19માં માળે આગ લાગી છે.
ફાયર બ્રિગેટ વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ બિલ્ડિંગમાં આગ બપોરે 12 વાગ્યે લાગી હતી.આગને રોકવા અને રહેતા લોકોને બચાવવા ફાયર બ્રિગેટ ની ટીમ ઘટનાસ્થળે 20 ગાડીઓ સાથે પહોંચી હતી.વિભાગના જણાવ્યા મુજબ આ લેવલ ત્રણ ની ભિસણ આગ છે..આગની ઘટનામાં 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે.હાલમાં બિલ્ડિંગમાં રહેતા લોકોને બચાવવા માટેની કામગીરી ચાલી રહી છે
આસપાસની બિલ્ડિંગમાં રહેતા લોકોને જોખમ
જે બિલ્ડિંગમાં આગ લાગી તે રહેણાંક વિસ્તારમાં છે. તેની આસપાસ અન્ય ઘણી બિલ્ડીંગો પણ છે. આગ લાગેલી બિલ્ડિંગમાં ઘણા લોકો નથી પણ આગને કારણે બાજુના એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે ખતરો ઉભો થયો છે.
મુંબઈના લાલબાગ વિસ્તારમાં એક બહુમાળી ઇમારતમાં ભીષણ આગ લાગી હતી. આગને કાબૂમાં લેવા માટે 15 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચી ગયા છે. આગ 60 માળની ઇમારતના 19 મા માળે લાગી હતી. ફાયર વિભાગ તરફથી મળેલી માહિતી મુજબ સવારે 11:51 વાગ્યે આગની જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પંદર ફાયર ટેન્ડર મોકલવામાં આવ્યા છે. વિભાગના જણાવ્યા અનુસાર, આ એક ગંભીર સ્તરની ત્રણ આગ છે.હાલ બિલ્ડિંગમાં રહેનાર લોકોને બહાર નિકાળવાનું કામ ચાલૂ છે. આ દુર્ઘટનામાં કોઈના ઈજાગ્રસ્ત થવાની જાણકારી હજી સામે આવી નથી.