મહારાષ્ટ્રના સાંગલીમાં બોડ ડૂબી જતા 14 લોકોના મોત થયા જ્યારે 15 જેટલા લોકોને બચાવી લેવામાં આવ્યા. બ્રહ્મનાળથી ખટવાની યાત્રા દરમ્યાન આ બોટ ડૂબી હતી. બોટમાં કુલ ૩૦ લોકો સવાર હતા. જ્યારે કેટલાક લોકો લાપતા થયા છે. જેમને શોધવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા પ્રમાણે નાવમાં સવાર તમામ લોકો એક સ્કૂલમાં ફસાયા હતા. જેમને સ્કૂલમાંથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. જે દરમ્યાન આ નાવ પલટી હતી. મૃતકમાં પાંચ મહિલા, ત્રણ પુરૂષ અને ચાર બાળકો સામેલ છે.
સતત વરસી રહેલા વરસાદને કારણે મહારાષ્ટ્રનાં અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. આ સાથે જ ભયાનક પૂરની સ્થિતિ ઉદભવી છે. આ દરમિયાન મહારાષ્ટ્રનાં સાંગલી જિલ્લામાં એક બોટ ડૂબી જવાની ઘટના સામે આવી છે. ગામડામાં રહેતા લોકોને રેસ્ક્યૂ કરીને જતી બોટ નદીમાં પલટી મારતા આ ઘટના બની છે. પુણેનાં વિભાગીય કમિશ્નરનાં જણાંવ્યા પ્રમાણે 16 લોકોને બચાવી લેવાયા છે. તેમજ અન્ય લાપતા થયેલા લોકોની શોધખોળ શરૂ છે.