મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે. જેમા સૌથી વધારે મુંબઈમાં વરસાદથી જનજીવન પર અસર પડી. વરસાદના કારણે અત્યાર સુધીમાં 36 જેટલા લોકોના મોત થયા છે. છેલ્લા ચાર દિવસથી પડી રહેલા વરસાદનો ખતરો હજી ટળ્યો નથી. આગામી 24 કલાકમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે.

વરસાદ બાદ મુંબઈના કુર્લા, સાયન, કિંગ્સ સર્કલ, હિંદમાતા, બાંદ્રા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા. જેથી વાહન વ્યવ્હારને અસર પડી હતી. આફતરૂપ સાબિત થયેલા વરસાદના કારણે કલ્યાણમાં દિવાલ ધરાશાયી થવાથી ત્રણ લોકોના મોત, જ્યારે બુલઢાણા જિલ્લામાં વીજળી પડવાથી 52 વર્ષીય મહિલાનું મોત થયું છે. ખરાબ હવામાનના કારણે છત્રપતિ શિવાજી એરપોર્ટ પર 52 જેટલી ઉડાન રદ્દ કરી દેવામાં આવી હતી.

- મુંબઈમાં હજી ભારે વરસાદની આગાહી
- મુંબઈમાં વરસાદનો ખતરો હજી નથી ટળ્યો
- મહારાષ્ટ્રમાં વરસાદના કારણે ૩૬ લોકોના મોત
- વરસાદના કારણે રેલવે અને વાહન વ્યવ્હારને અસર
- શહેરના અનેક વિસ્તારમાં ભરાયા છે વરસાદના પાણી
તિવરે ડેમ તૂટ્યો
મહારાષ્ટ્રના રત્નાગિરીમાં આવેલો તિવરે ડેમ તૂટ્યો હોવાના અહેવાલ છે. જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે 22 લોકો લાપતા બન્યા છે. ડેમ તૂટતા સાત ગામોમાં પૂરની સ્થિતિ છે. ઘટનાની જાણ થતા તંત્રએ એનડીઆરએફની ટીમ મોકલીને બચાવ કામગીરી શરૂ કરી.