પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાળીની હત્યા મામલે મોટા સમાચાર સામે આવ્યાં છે. આ હત્યાને નજરે જોનારા ગાંધીધામના સાક્ષી પવન મોરેની રેકી કરવાના કેસમાં ગાંધીધામ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. હત્યા કેસના સાક્ષીની રેકી કરી મારી નાખવાના બનાવમાં ગાંધીધામ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. જેમાં પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ સહિત 4 આરોપીઓ નિર્દોષ જાહેર કરાયા છે. છબીલ પટેલ, રસિક પટેલ, પિયુષ વાસાણી અને કોમેશ પોકારને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યાં છે.
