કોરોના કાળમાં મહામારીથી બચવા માટે યોગ્ય સાવચેતીઓ રાખવાની સલાહ આપવામાં આવી રહી છે પરંતુ ઘણીવાર આપણી નજરોમાં એવા ઘણાં લોકો પણ આવે છે, જેને આપણે માસ્ક વિના રસ્તા પર ફરતા જોઇએ છીએ અને ઘણા એવા પણ લોકો જોવા મળે છે જે દરેક સમયે માસ્ક પહેરી રાખે છે. તેના પર થયેલા એક રિસર્ચનું પરિણામ હવે સામે આવ્યું છે.
ભારતીય-અમેરિકન રિસર્ચર્સ દ્વારા કરવામાં આવેલા એક રિસર્ચમાં ચેતવણી આપવામાં આવી છે કે એક્સહેલેશન વાલ્વ વાળા માસ્ક સાથે ફેસ શીલ્ડ પહેર્યા બાદ પણ કોરોનાની ઝપેટમાં સરળતાથી આવી શકાય છે. જો કોરોનાથી સંક્રમિત કોઇ વ્યક્તિ ખાંસે તો તેના ટીપામાંથી નીકળતો કોરોના વાયરસ ફેસ શીલ્ડની દિવાલોમાં ફરતો રહે છે.
ફ્લોરિડા અટલાંટિક યુનિવર્સિટી (એફેયૂ)માં સીટેકના ડાયરેક્ટર, પ્રોફેસર, ડિપાર્ટમેન્ટ ઑફ ચેર મનહર ધનક કહે છે, સમયની સાથે આ ડ્રોપલેટ્સ સામે અને પાછળની તરફ બંને દિશાઓમાં ઘણા મોટા પ્રમાણમાં ફેલાય છે. જો કે સમયની સાથે તેની અસર પણ ઓછી થઇ જાય છે.