દેશમાં જ્યારથી New Motor Vehicle Act લાગૂ કરવામાં આવ્યો છે ત્યારથી દેશના અનેક ખૂણેથી ભારે ભરખમ ચલણ ફાડવાની ઘટનાઓ સામે આવી રહી છે. જો કે આ દરમિયાન ઓડિશાના સંબલપુરમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો અને મોટો મેમો ફાટ્યો છે. ટ્રાફિક નિયમો તોડવા પર નાગાલેન્ડના એક ટ્ર્ક ડ્રાઇવર પર 6,53,100 રુપિયાનો દંડ લગાડવામાં આવ્યો છે.
ઓડિશા પરિવહન વિભાગે કુલ સાત ટ્રાફિક નિયમો તોડવા પર જૂના કાયદા હેઠળ આ ચલણ ફાડ્યું હતું. માહિતી મુજબ ટ્રકનો માલિક પાંચ વર્ષથી ટેક્સ ભરતો ન હતો અને સતત ટ્રાફિક નિયમોનો ભંગ કરતો હતો. આ ચલણ 10 ઓગસ્ટના રોજ આપવામાં આવ્યું હતું.
આ પહેલા દિલ્હી પરિવહન વિભાગે બુધવારની સાંજે હરિયાણાના એક ટ્રક ડ્રાઇવરને 2 લાખ પાંચસો રુપિયાનો મેમો પકડાવ્યો હતો. જેને દેશનું સૌથી મોટું ચલણ માનવામાં આવતું હતું. આ મેમો રોહિણીમાં જીટી કર્નલ રોડ પર સ્થિત મુકરબા ચોક પર ફાડવામાં આવ્યો હતો જેને ટ્રક ડ્રાઇવર અને ટ્રક માલિકે અડધો-અડધો કરીને ભર્યો હોવાની માહિતી છે.