મતદાન કેન્દ્ર પર આચાર સંહિતાના ચિથડા ઉડાવ્યા હોવાની પણ ખબર સામે આવી રહી છે. નોએડામાં સેક્ટર 15એના એક મતદાન કેન્દ્ર પર ભાજપ ઉમેદવારે પર નમો ફૂડ પેકેટ વેહેચવાનો આરોપ છે.
આંધ્રપ્રદેશથી શર્મનાક સમાચાર આવી રહ્યાં છે. જ્યાં જનસેના પક્ષના ઉમેદવાર મધુસુદન ગુપ્તા પર અનંતપુરમાં ઇવીએમ ભાંગવાનો આરોપ છે. એવું કહેવામાં આવ્યું છે કે ગુપ્તાએ મતદાન મથકની અંદર ઇવીએમ તોડી નાખ્યું અને ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.
મુઝફ્ફરનગર બેઠક પરથી ભાજપના ઉમેદવાર સંજીવ બલ્યાને જામીત-ઉલેમા-એ-હિન્દ પર મતોના ધ્રુવીકરણનો આરોપ મૂક્યો છે. તે જ સમયે એવો પણ આરોપ છે કે નકલી મતદાન ચાલી રહ્યું છે.
ચૂંટણી દરમિયાન ગયા જિલ્લાના ઉગ્રવાદ વિરોધી ડુમરીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાલૈયા ગામ નજીક આઇ.ડી. બોમ્બ જપ્ત કરવામાં આવ્યાં હતા. બૉમ્બ મળ્યાં પછી આ મત વિસ્તારમા હડકંપ મચી ગયો છે. તેને નિસ્ક્રિય કરવાનો પ્રયત્ન ચાલુ જ છે.