દક્ષિણ કોરિયાના સિયોલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 14માં સિયોલ શાંતિ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા. વિશ્વ શાંતિ પુરસ્કાર મેળવનારા પીએમ મોદી 14માં વ્યક્તિ બન્યા છે. દક્ષિણ કોરિયા દ્વારા વિશ્વ શાંતિ માટે પ્રયાસ કરનારને આપવામાં આવે છે. આ શાંતિ સન્માન માટે એક હજાર વ્યક્તિઓનું નામ શોર્ટ લિસ્ટ કરવામાં આવ્યુ હતું. જેમાથી શાંતિ સન્માન માટે પીએમ મોદીની પસંદગી કરવામાં આવી.
પીએમ મોદીએ બાદમાં જણાવ્યુ કે, આ સન્માન મારૂ નહીં પણ ભારતનું સન્માન છે. સન્માન માટે આપવામાં આવેલી રકમ નમામી ગંગે યોજનાને આપવામા આવી. પીએમ મોદીએ કહ્યુ કે ભારત આજે વસુદેવ કુટુબકમની ભાવના સાથે આગળ વધી રહ્યો છે.
તેમજ આગળ મોદીએ જણાવ્યું હતું કે ભારતનો વિકાસ ફક્ત ભારતના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સારો છે. અમે પરસ્પર જોડાયેલા વિશ્વમાં જીવીએ છીએ. આપણા વિકાસ અને સમૃદ્ધિ વૈશ્વિક વિકાસ અને વિકાસમાં આવશ્યકપણે યોગદાન આપશે
તેમજ આગળ મોદીએ જણાવ્યું હતું કે ભારતનો વિકાસ ફક્ત ભારતના લોકો માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે સારો છે. અમે પરસ્પર જોડાયેલા વિશ્વમાં જીવીએ છીએ. આપણા વિકાસ અને સમૃદ્ધિ વૈશ્વિક વિકાસ અને વિકાસમાં આવશ્યકપણે યોગદાન આપશે.
આ પ્રસંગે વડાપ્રધાને કહ્યું કે આજે સોલ શાંતિ પુરસ્કાર મેળવવું એ મારા માટે ખૂબ જ સન્માનની બાબત છે. હું આ સન્માનને અંગત સિદ્ધિઓ તરીકે નહીં પરંતુ ભારતના લોકો માટે કોરિયન લોકો માટે ગૌરવ અને લાગણીના પ્રતીક તરીકે સ્વીકારીશ.