ઈસરોના ચંદ્રયાન-૨ મિશનની પ્રશંસા કરતાં નાસાએ કહ્યું કે ભારતનું ચંદ્ર મિશન અમેરિકન અવકાશ સંસૃથા માટે પ્રેરણાદાયક છે અને તે ઈસરો સાથે સોલાર સિસ્ટમ પર સંયુક્તપણે કામ કરવા માટે આતુર છે.
ચંદ્રના દક્ષિણ ધૂ્રવ પર વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગના ઐતિહાસિક પ્રયાસ બાદ ચંદ્રયાન-૨ મિશનને ફટકો પહોંચવા છતાં નાસાએ દર્શાવેલી તૈયારી ઈસરો માટે ઘણી જ મહત્વપૂર્ણ છે.
નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (નાસા)એ એક ટ્વીટમાં જણાવ્યું હતું કે અવકાશનું ક્ષેત્ર ઘણું જ મુશ્કેલ છે. ચંદ્રના દક્ષિણ ધૂ્રવ પર ચંદ્રયાન-૨ મિશનનો ઈસરોનો પ્રયાસ પ્રશંસનીય છે.
તમારા ચંદ્રયાન મિશનના પ્રવાસે અમને પ્રેરિત કર્યા છે અને અમે તમારી સાથે સોલાર સિસ્ટમ પર ભાવી તકોને શોધવા માટે આતુર છીએ. ટ્રમ્પ તંત્રના એક વરિષ્ઠ અિધકારીએ પણ ભારતના ચંદ્રયાન-૨ મિશનની પ્રશંસા કરતાં ઈસરોના પ્રયાસોને ‘અભૂતપૂર્વ’ ગણાવ્યા હતા.
દક્ષિણ અને મધ્ય એશિયાના એક્ટિંગ આસિસ્ટન્ટ સેક્રેટરી એલિસ જી. વેલ્સે ટ્વીટ કરીને જણાવ્યું કે અમે ચંદ્રયાન-૨ના અભૂતપૂર્વ પ્રયાસો બદલ ઈસરોને અભિનંદન પાઠવીએ છીએ. આ મિશન ભારત માટે ઘણું જ મહત્વનું છે અને તે વૈજ્ઞાનિક આગેકૂચ માટે મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડશે. ભારત તેની અવકાશની મહત્વાકાંક્ષાઓને હાંસલ કરશે તેમાં અમને કોઈ શંકા નથી.
નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી જેરી લિનેંગરે જણાવ્યું હતું કે ચંદ્રયાન-૨ના ભારતના સાહસિક પ્રયાસમાંથી શીખવા મળેલા બોધપાઠ દેશને તેના આગામી મિશનોમાં આગળ વધવામાં મદદરૂપ સાબિત થશે. વિક્રમનું સોફ્ટ લેન્ડિંગ નિષ્ફળ જવાથી અમે હતોત્સાહિત થયા નથી. લેન્ડર ઘણે અંશે આયોજન મુજબ જ આગળ વધ્યું હતું.
દરમિયાન ચંદ્રયાન-૨ના વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગની નિષ્ફળતા અંગે પાકિસ્તાની નેતાઓ અને સૈન્યના પ્રવક્તા દ્વારા કટાક્ષ કરવામાં આવી રહ્યો છે ત્યારે પાકિસ્તાની અવકાશયાત્રી નમીરા સલિમે ભારતના ચંદ્રયાન-૨ મિશનની પ્રશંસા કરી છે.
તેમણે કહ્યું કે ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમના દક્ષિણ ધૂ્રવમાં સોફ્ટ લેન્ડિંગના ઐતિસાહિસ પ્રયાસો બદલ ઈસરો અને ભારતને હું અભિનંદન પાઠવું છું. દક્ષિણ એશિયા માટે ચંદ્રયાન-૨ મિશન અવકાશના ક્ષેત્રમાં લાંબી છલાંગ છે.
આ મિશન માત્ર દક્ષિણ એશિયા જ નહીં, સમગ્ર વિશ્વના અવકાશ ઉદ્યોગ માટે ગર્વનો વિષય છે. નમીરા સલિમ પાકિસ્તાનની પેહલી અવકાશયાત્રી છે, જે સર રિચર્ડ બ્રેસ્નન વર્જિન ગેલેક્ટિક સાથે અવકાશમાં જશે. સર રિચર્ડ બ્રેસ્નન વર્જિન ગેલેક્ટિક દુનિયાની સૌપ્રથમ કમર્શિયલ સ્પેસલાઈન છે.