પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળેલી ભેટોની 2 દિવસીય હરાજીની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. દિલ્હી ખાતે રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયમાં આયોજિત આ હરાજીમાં ભેગા થયેલી ધનરાશિનો ઉપયોગ સરકાર મહત્વની ‘નમામિ ગંગે’ પરિયોજનામાં કરશે. પહેલા દિવસે હરાજીમાં છત્રપતિ શિવાજી મહારાજના એક સ્ટેચ્યૂ 22000 રૂપિયાની બોલી લાગવાઇ, જેની શરૂઆતી કિંમત 1000 રૂપિયા હતી. જોકે રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલયે પહેલા દિવસે સૌથી મોંઘી ભેટ અથવા કુલ કેટલી રાશિ હરાજીમાં એકઠી થઇ તે અંગે કોઇ જાણકારી આપી નથી, તેમના દ્વારા કહેવામાં આવ્યુ કે આ અંગેની જાણકારી પછીથી આપવામાં આવશે.
ભેટોની ઇ-હરાજી માટેની વેબસાઇટ https://openauction.gov.in શરૂ કરવામાં આવી છે. વેબસાઇટ પર ભેટ અંગેની તમામ જાણકારી આપવામાં આવી છે, જેની કિંમત 100 રૂપિયાથી લઇને 30000 રૂપિયાની વચ્ચે છે. વેબસાઇટની કિંમતના આધાર પર ભેટોની વિશે સર્ચ કરી શકાય છે. પિત્તળ, ચીની માટી, કપડા, કાચ, સોના, ધાતુની સામગ્રી વગેરેના આધાર પર ભેટોની શ્રેણી બનાવવામાં આવી છે. આ સિવાય સામગ્રીના આકાર, વજનની પણ જાણકારી આપવામાં આવી છે. પ્રધાનમંત્રીને આ ભેટ કોણે આપી છે તે વિશે પણ જાણકારી આપી છે. જે ભેટની હરાજી રાષ્ટ્રીય આધુનિક કલા સંગ્રહાલય નહી થાય, તેની ઇ-હરાજી 29-31 જાન્યુઆરીની વચ્ચે કરવામાં આવશે.
હરાજીમાં રાધા-કૃષ્ણની પણ એક મૂર્તિ છે, જેના પર સોનાનો ઢોળ ચઢાવવામાં આવ્યો છે. જેની આધાર કિંમત 20000 રૂપિયા રાખવામાં આવી છે. સુરતમાં માંડવી નગર પાલિકાએ 4.76 કિલોગ્રામની મૂર્તિ પ્રધાનમંત્રીને ભેટ આપી હતી. આ યાદીમાં સૌથી મોંઘા સ્મૃતિ ચિહ્ન 2.22 કિલોગ્રામની એક સિલ્વર પ્લેટ પણ છે. જેની કિંમત 30000 રૂપિયા છે. ભાજપના પૂર્વ સંસદ સી નરસિમ્હને પ્રધાનમંત્રીને આ ગિફ્ટ આપી હતી. આ સિવાય હરાજીમાં સ્ચેચ્યૂ, ફોટોગ્રાફ, પેન્ટિંગ, શૉલ, હેટ, જેકેટ, સ્મારક સિક્કા, પારંપરિક સંગીત વાદ્ય પણ શામેલ છે.
સંસ્કૃતિ મંત્રી મહેશ શર્માએ કહ્યું હતું કે દેશ અને વિદેશમાં પ્રધાનમંત્રીને મળેલી 1900 ગિફ્ટ્સની હરાજી કરવામાં આવશે. રવિવારના થયેલી હરાજી દરમિયાન રેલ મંત્રી પીયૂષ ગોયલ, સાંસદ મનોજ તિવારી અને મીનાક્ષી લેખી સહિત ઘણા અન્ય વિશિષ્ટ લોકો પહોંચ્યા હતા.