ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને સંઘ પ્રમુખ મોહન ભાગવતને મોતની ધમકી મળી છે. ઉત્તરપ્રદેશના શામલી રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્ટરને એક ચિઠ્ઠી મળી હતી જેમાં આ ત્રણેય નેતાઓને ધમકી આપવામાં આવી છે. સાથે જ ચિઠ્ઠીમાં રેલવે સ્ટેશન અને મંદિરોને નિશાન બનાવવાની વાત કરવામાં આવી છે.

આ ચિઠ્ઠી મળ્યા બાદ રાજ્યની પોલીસ એલર્ટ થઇ ગઇ છે અને દરેક જગ્યાએ સુરક્ષા કર્મીઓ તૈનાત કરી દીધાં છે. પોલીસે તેને ગંભીરતાથી લેતા આ મામલે ATSને તપાસ સોંપી છે. જૈશ-એ-મોહમ્મદના એરિયા કમાન્ડર મૈસૂર અહમદના નામથી મોકલવામાં આવેલા પત્રમાં લખવામાં આવ્યું છે કે તેઓ પોતાના જેહરેદારોના મોતનો બદલો લેશે. તેમાં લખ્યું છે કે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી, દિલ્હીના મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખને જલ્દી જ મારી દેશું.
શામલી રેલવે સ્ટેશનના સ્ટેશન માસ્ટર વિક્રાંત સરોહાના નામે રજીસ્ટર્ડ પોસ્ટથી એક પત્ર 20 એપ્રિલે રેલવે કાર્યાલય શામલી પહોંચ્યો હતો. પત્ર મળ્યા બાદ રેલવેના વિભાગીય અધિકારીઓએ રેલવે પોલીસ શામલી CRPF અને GRPને તેન જાણકારી આપી