બેંગલુરુ એરપોર્ટ પર શુક્રવારે એક ફાઇટર પ્લેન દુર્ઘટનાગ્રસ્ત થયુ છે. જેમાં 2 પાયલટના મોત થયાં છે. રિપોર્ટ્સ પ્રમાણે ભારતીય વાયુસેનાનું મિરાઝ-2000 ફાઇટર પ્લેન બેંગલુરુમાં હિંદુસ્તાન એરોનેટિક્સ લિમિટેડ એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયું જેમાં એક પાયલટનું મોત થયું હતું જ્યારે અન્ય એક પાયલટ ઇજાગ્રસ્ત થયો હતો જેને સારવારઅર્થ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતુ. દુર્ઘટનામાં માર્યા ગયેલા પાયલટની ઓળખ સ્ક્વોડ્રન લીડર સમીર અબ્રોલ અને સ્ક્વોડ્રન લીડર સિદ્ધાર્થ નેગી તરીકે થઇ છે.
એક અધિકારીએ જણાવ્યું કે, બંન્ને પાયલટે પોતાને બચાવવા માટે વિમાનમાંથી નિકળવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેઓ બ્લાસ્ટ બાદ લાગેલી આગની ચપેટમાં આવી ગયા. રિપોર્ટ મુજબ બંન્ને પાયલટ દુર્ઘટના પહેલાં પેરાશૂટથી વિમાનમાંથી બહાર નિકળવામાં સફળ રહ્યાં પરંતુ એક પાયલટ વિમાનના કાટમાળ પર પડી જવાથી ઘટનાસ્થળ પર જ તેમનું મોત થયું.