પ્રદૂષિત હવાથી દૂર લોકો થોડી વાર માટે શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકે એ માટે, ઘણાં આર્ટિફિશિયલ ઓક્સિજન પાર્લર ખોલવામાં આવ્યાં છે, પરંતુ કદાચ તમને ખબર નહીં હોય કે, વાયુ પ્રદૂષણથી બચવા માટે નેચરલ ઓક્સિજન પાર્લર પણ ખોલવામાં આવ્યાં છે.
આ ઓક્સિજન પાર્લર મહારાષ્ટ્રના નાસિક રેલવે સ્ટેશન પર ભારતીય રેલવેના સહયોગથી ઈયરો ગાર્ડએ શરૂ કર્યું છે, જેથી યાત્રીઓ શુદ્ધ હવામાં શ્વાસ લઈ શકે.

ઈયરો ગાર્ડનના કો-ફાઉન્ડર અમિત અમૃતકરે એએનઆઈ સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, ઓક્સિજન પાર્લરની પહેલ નેશનલ એરોનૉટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટેશનની ભલામણના આધારિત છે, નાસાએ 1989 માં એક રિસર્ચ કર્યું હતું, જેમાં કેટલાક છોડની ઓળખ કરવામાં આવી, જે હવામાંથી 5 સૌથી હાનિકારક પ્રદૂષક તત્વોને બહુ સારી રીતે નષ્ટ કરે છે.
આ સાથે જ તેમણે જણાવ્યું કે, અમે આ છોડમાંના મોતા ભાગના છોડ આ ઓક્સિજન પાર્લરમાં લગાવ્યા છે, આ છોડ તેમની આસપાસ 10X10 ફૂટના ક્ષેત્રમાં હવાને સાફ કરે છે.