સરકાર દ્વારા કડક બનાવાયેલા હેલમેટના કાયદા બાદ હેલ્મેટ ચોરીના બનાવો વધી રહ્યા છે. મોટર સાયકલ ઉપર જતા બાઈક સવારો વાહન પાર્ક કર્યા બાદ જ્યાં કામ અર્થે જાય ત્યાં હેલ્મેટ ભૂલી જવાના અથવા બાઈક ઉપર મૂકેલી હોય તો હેલ્મેટ ચોરાઈ જવાના બનાવો વધી રહ્યા છે.
હેલ્મેટ નો કાયદો બનાવનારા મંત્રાલય જ્યા આવેલા છે એ જ વિસ્તાર એટલે કે સચિવાલય સંકુલમાં, બાઈક ઉપર મૂકેલી હેલ્મેટ ચોરાઈ જવાના બનાવો બની રહ્યા છે. સચિવાલયમાં આવતા મુલાકાતીઓ અને કર્મચારીઓ ને હેલ્મેટ ચોરાવાથી બાઈક સવારો માં ફફડાટ જોવા મળી રહ્યો છે. પરંતુ નવા ટ્રાફિક નિયમ લાગુ થયા બાદ હવે હેલ્મેટ ચોરીની હાલ વિડીઓ કઈ જગ્યાનો છે તે અંગે કોઈ માહિતી નથી પરંતુ નવા નિયમ આવતાની સાથે હેલ્મેટ ચોરીનો વિડીઓ આવ્યો સામે આવ્યા છે.