જીવલેણ કોરોના વાઈરસે ભારત સહિત સમગ્ર વિશ્વને હચમચાવી દીધું છે, ત્યારે બીજી તરફ એક કપલને આ નામ એટલા પસંદ પડ્યા કે, તેમણે પોતાના બે જોડિયા બાળકોના પણ આજ નામ રાખી દીધા છે.
આ કપલે પોતાના એક બાળકનું નામ કોરોના, તો બીજા બાળકનું નામ કોવિડ રાખ્યું છે. વિનય વર્મા અને પ્રીતિ વર્માએ પોતાના ટ્વીન્સ (પુત્ર અને પુત્રી)નું નામ Covid અને Corona રાખીનો સૌ કોઈને ચોંકાવી દીધા છે.
વિશ્વમાં હાલના સમયે આતંકનો પર્યાય બનેલા કોરોના અને કોવિડ આ રીતે છત્તીસગઢમાં ભાઈ-બહેન બની ગયા છે. રાયપુરની જૂની વસ્તીમાં વસતા વિનય વર્મા અને પ્રીતિ વર્માએ પોતાના જોડિયા પુત્ર અને પુત્રીનું નામ કોવિડ અને કોરોના રાખ્યું છે.
આ અંગે જ્યારે કપલને પૂછવામાં આવતા પ્રીતિએ જણાવ્યું કે, હાલ તમામના મન-મગજમાં કોરોના છવાયો છે. એવામાં લોકોના મનમાંથી કોરોનાનો ડર દૂર કરવા માટે પુત્રનું નામ કોવિડ અને પુત્રીનું નામ કોરોના રાખવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયની સોશિયલ મીડિયામાં અનેક લોકોએ આલોચના કરી, તો કેટલાક લોકોએ સમર્થન પણ કર્યું છે.
પ્રીતિએ વધુમાં જણાવ્યું કે, જ્યારે લેબર પેઈન શરૂ થયું, ત્યારે કોઈ વાહન મળી રહ્યું નહતું. એવામાં તેમના પતિ તેમને બાઈક પર બેસાડીને હોસ્પિટલ પહોંચ્યા હતા. આ દરમિયાન રસ્તામાં પોલીસ કર્મચારીઓએ અનેક ઠેકાણે તેમને અટકાવીને પૂછપરછ કરી હતી.