દેશભરમાં હાહાકાર મચાવી રહેલા CORONA વાયરસના લેટેસ્ટ મ્યુટન્ટે હવે વૈજ્ઞાનિકોની ચિંતા વધારી દીધી છે. વાયરસનુ આ નવુ સ્વરુપ અત્યંત ખતરનાક છે અને તેનાથી સ્થિતિ વધારે બગડી રહી છે. વૈજ્ઞાનિકોએ આ મ્યુટેન્ટને એન-440કે નામ આપ્યુ છે. બાકીના સ્ટ્રેનની સરખામણીએ આ મ્યુટેન્ટ 10 ગણું વધુ સંક્રમણ ફેલાવી શકે છે. આ મ્યુટેન્ટના કારણે જ દેશમાં ઘણા સ્થળે હાહાકાર મચેલો છે.દેશમાં 26 એપ્રિલથી 2 મેની વચ્ચે કોરોનાના 26 લાખ નવા કેસ નોંધાયા અને 23 હજાર 800 દર્દીઓના મોત થયા. તેની વચ્ચે વૈજ્ઞાનિકોને આ ખતરનાક મ્યુટન્ટની જાણકારી મળી છે. આ મ્યુટન્ટ વધારેમાં વધારે 1000 ગણુ વધારે સંક્રમણ ફેલાવી શકે છે. નવો મ્યુટન્ટ પ્રથમવાર આંધ્ર પ્રદેશના કરનૂલમાં જોવા મળ્યો હતો. સંશોધકોએ દાવો કર્યો કે, બીજી લહેરમાં આંધ્ર તથા તેલંગાણામાં જેટલા પણ નવા કેસ સામે આવ્યા છે તે આ વેરિએન્ટના કારણે જ આવ્યા છે.એક અહેવાલ પ્રમાણે દેશમાં 26 એપ્રિલથી 2 મેની વચ્ચે કોરોનાના 26 લાખ નવા મામલા સામે આવ્યા હતા અને 23800 દર્દીઓના મોત થયા છે.
