1 ફેબ્રુઆરી 2020થી દરેક પ્રકારના વેપારીઓ પર નવા નિયમ લાગુ થઈ ગયા છે. જે હેઠળ ડિજિટલ માધ્યમોથી પેમેન્ટ ન સ્વીકારવા પર તેમને 5 હજાર રૂપિયાના પ્રતિ દિવસનો દંડ ફટકારવામાં આવશે. જો કે આ નિયમ હાલમાં 50 કરોડ રૂપિયાથી વધુનું ટર્નઓવર કરનારા વેપારીઓ પર લાગુ પડશે. નાણા મંત્રીએ આ સંબંધમાં નોટિફિકેશન જાહેર કરી છે.
વેપારીઓને Rupay કાર્ડ, ડેબિટ કાર્ડ પર એપ સહિત અન્ય ડિજિટલના માધ્યમોથી પેમેન્ટને સ્વીકાર કરવાનું રહશે. મંત્રાયલ તરફથી જે પેમેન્ટ મોડનું સૂચન કરવામાં આવ્યું છે. તે રૂપિયા પાવર્ડ ડેબિટ કાર્ડ, યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ અને યૂનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ ક્વિક રિસ્પોન્સ કોડ. આ નોટિફિકેશનમાં પણ યૂપીઆઈ અને ક્વિક રિસ્પોન્સ કોડનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
જો કે આ નિયમ 2020ની પહેલા દિવસેથી લાગૂ થવાનું છે, પરંતુ કંપનીઓ જરૂરી તૈયારી કરવા માટે એક મહિનાનો સમય આપવામાં આવશે. એક મહિના બાદ એટલે કે, એક ફેબ્રુઆરીથી આ નિયમનો અવગણનારી કંપનીઓ પર દંડ ફટકારવામાં આવશે. દંડની રકમ 5000 રૂપિયા પ્રતિદિવસની નક્કી કરવામાં આવી છે.
આ નિયમ આયકર નિયમ, 2019ની હેઠળ બનાવવામાં આવી છે. તેનો લક્ષ્ય ડિજિટલ ટ્રાન્જેક્શનને પ્રોત્સાહન આપવાનો અને એનપીસીઆઈના પેમેન્ટ અને સેટલમેન્ટ સિસ્ટમને સપોર્ટ કરવાનો છે. નાણામંત્રાયલ તરફથી જાહેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં પણ કહેવામાં આવ્યું છે કે, આ સેક્શન હેઠળ પેમેન્ટ કરનારા વ્યક્તિથી પાસેથી કોઈ વધારની રકમ વસૂલવામાં આવશે નહીં.