જો કોઈ વાહન ચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરે છે. તો વાહન ચાલકનું LICENSE 3 મહિના સુધી કેન્સલ કરી દેવામાં આવે છે. એનો મતલબ એ થાય છે કે ટ્રાફિક નિયમના ભંગ બદલ દંડ લેવામાં આવે છે. સાથે સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ પણ ત્રણ મહિના માટે રદ કરી દેવામાં આવે છે. પરંતુ હવે એવું નહીં થાય હવે ટ્રાફિફ નિયમ ભંગ કરવાથી લાઈસન્સ રદ નહીં થઈ શકે, માર્ગ અને પરિવાહન વિભાગ દ્વારા ટ્રાફિક નિયમોમાં મોટો બદલાવ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે વાહન ચાલકોને મોટી રાહત મળશે. મોટર વ્હીકલ એક્ટ લાગુ કરવાથી ટ્રાફિક નિયમો નો ભંગ કરનાર પાસેથી દંડની ભરપાઈ કરવામાં આવે છે. તેની સાથે સાથે ત્રણ મહિના સુધી ડ્રાઈવિંગ લાઈસન્સ પણ કેન્સલ કરી દેવામાં આવતું હતું. જો કોઈ વ્યક્તિ ટ્રાફિકના નિયમનો ભંગ કરે તો પોલીસ તેનું લાઈસન્સ જપ્ત કરી લે છે. જેના કારણે સૌથી વધારે વાહન ચાલકો પરેશાન થતા હોય છે. દા.ત કોઈ વ્યક્તિ બીજા રાજ્યમાંથી અન્ય રાજ્યમાં ફરવા ગયો હોય અને ત્યાં ટ્રાફિક નિયમનો ભંગ કર્યો હોય તો ત્યાંની પોલીસ તેનું લાઈસન્સ જપ્ત કરી લેતી હતી. જેના કારણે એ વ્યક્તિએ ફરી ત્રણ મહિના પછી લાઈસન્સ લેવા માટે આવું પડતું હતું.
