પીએમ મોદીની હત્યાના કાવતરા ઘડાઈ રહ્યાં હોવાનું સામે આવ્યું છે. પીએમ મોદી હાલ આતંકવાદીઓના હિટલિસ્ટમાં છે. દેશની એજન્સીઓ પીએમ મોદીને લઈટે સૌથી વધારે સક્રિય છે. દેશમાં અત્યારસુધીના તમામ વડાપ્રધાનોમાં પીએમમાં મોદી માથે મોતનું જોખમ વધારે છે. NIAને હાથ લાગેલા આ ઈમેઈલમાં ફક્ત 3 શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલો છે. જેમાં લખવામાં આવ્યું છે કે, Kill Narendra Modi. મીડિયા રિપોર્ટ મુજબ તેને લઈને NIAએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયને અલર્ટ કરી દીધુ છે. પત્ર લખીને તેના વિશે જાણકારી પણ આપી દીધી છે. ત્યારબાદ ગૃહ મંત્રાલયે SPGને આ જાણકારી આપી છે. PMની સુરક્ષાની જવાબદારી SPGના માથે હોય છે.
મોદીએ જમ્મુ-કાશ્મીર, રામ મંદિર, CAA, NRC સહિતના લીધેલા આકરા નિર્ણયો બાદ તેમના જીવને જોખમ વધી ગયું છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ને કેટલાક ધમકીભર્યા ઈમેઈલ મળ્યા છે. જેમાં પીએમ મોદીની હત્યાની વાત કરાઈ છે.
ઈમેઈલના કન્ટેન્ટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ NIAએ એક પત્ર લખીને PM મોદીની હત્યાની ધમકીવાળા ઈમેઈલની જાણકારી ગૃહ મંત્રાલયને આપી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ પોતાના પત્રમાં લખ્યું છે કે NIAને એક E-mail I’d મળ્યું છે જેમાં કેટલાક ગણમાન્ય લોકોની હત્યાની વાત કરાઈ છે. E-mail માં રહેલા કન્ટેન્ટ તેની પુષ્ટી કરે છે. અત્રે જણાવવાનું કે NIAએ પોતાના પત્ર સાથે E-mailની કોપી પણ જોડી છે. ગૃહ મંત્રાલયને NIAએ આ અંગે યોગ્ય કાર્યવાહી માટે ભલામણ પણ કરી છે.